Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોંગ્રેસ પાર્ટી બદલુથી કંટાળી:ગોવામાં ઉમેદવારોને મંદીર, મસ્જિદ અને ચર્ચમાં વફાદારી માટેના સોગંદ લેવડાવ્યા

હવે મણીપુરમાં પણ આવુ કરાશે : 2017થી અત્યાર સુધીમાં મણીપુરમાં 42 ટકા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા છે

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસના નેતાઓ ચૂંટાયા બાદ પાટલી બદલી રહ્યા છે. જેનાથી કોંગ્રેસ પાર્ટી પણ ચોંકી ઉઠી છે.

કોંગ્રેસે હવે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને પાર્ટી પ્રત્યે વફાદારીના સોગંદ લેવડાવાનુ શરુ કર્યુ છે. મણીપુરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોને આ પ્રકારના સોગંદ લેવડાવવા માટેનો પ્રસ્તાવ મુકયો છે. આ જ પ્રકારના દ્રશ્યો ગોવામાં શનિવારે જોવા મળ્યા હતા. જ્યાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મંદીર, મસ્જિદ અને ચર્ચમાં લઈ જઈને પાર્ટી પ્રત્યે વફાદારી દાખવવા માટેના સોગંદ લેવડાવ્યા હતા.

હવે મણીપુરમાં પણ આવુ કરવામાં આવશે. 2017થી અત્યાર સુધીમાં મણીપુરમાં 42 ટકા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા છે. જેના પગલે ભાજપને મણીપુરમાં સરાકર બનાવવાની તક મળી ગઈ હતી. જ્યારે ગોવામાં 17માંથી 15 કોંગ્રેસી ધારાસભ્યો પાર્ટી સાથે પાંચ વર્ષમાં છેડો ફાડી ચુકયા છે.

કોંગ્રેસના મણીપુરના નેતાએ કહ્યુ હતુ કે, એવુ નથી કે અમને અમારા ઉમેદવારો પર ભસરોસો નથી પણ આમ છતા અમે તેમને સોગંદ લેવડાવવા ની વિચારણા કરી રહ્યા છે.

(11:21 pm IST)