Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

યૃક્રેન સંકટ : રશિયાના હુમલાના ભયથી અમેરિકન સૈનિકો એલર્ટ : બ્રિટને પણ એડવાઈઝરી જારી કરી

અમેરિકા પછી બ્રિટને પણ દૂતાવાસના રાજદ્વારીઓને સપરિવાર પાછા બોલાવ્યા

યુક્રેન પ્રશ્ને અમેરિકા અને રશિયા વચ્ચે તંગદીલી વધતી જાય છે.અમેરિકા અને તેના 'નાટો'ના સાથી રાષ્ટ્રોએ રશિયા સામે યુદ્ધ જહાજો અને વીમાનો ખડકી દીધાં છે. પરંતુ હવે તો ખેલ ખરાખરીનો જામવાની આશંકાને લીધે બાયડને અમેરિકી દળોના ટોચના સૈનિકો તેવા ૮,૫૦૦ મરીન્સને એલર્ટ ઉપર મુકી દીધા છે અને 'નાટો' તરફથી સંકેત મળતા તેઓને ગમે તે ક્ષણે મોકલી દેવામાં આવશે. બીજી તરફ રસિયાએ યુક્રેનની સીમા ઉપર સેના ખડકી દીધી છે. સામે, બાયડને ચેતવણી ઉચ્ચારી છે કે, રૂસ તરફથી યુક્રેન સામે કોઈ પણ પગલાં લેવાશે તો અમેરિકા સહિત નાટો દેશો તેના કઠોર પ્રત્યુત્તર આપશે.

અમેરિકાને પગલે બ્રીટને પણ પોતાના દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓને સપરીવાર બ્રીટન પાછા બોલાવી લીધાં છે.આ સાથે યુદ્ધના ભણકારા વધતા વિશ્વ બજારોમાં ક્રૂડની કિંમત વધતી જાય છે. બીજી બાજુ દુનિયાભરના શેરબજારોમાં અસ્થિરતા પ્રવર્તી રહી છે.

 આ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ શું છે? તો તે અંગે નિરીક્ષકોનું માનવું છે કે, પુતિન મૂળ સોવિયેત સંઘ ફરી 'સાકાર' કરવા માગે છે. તેમજ પૂર્વ-યુરોપને પણ તેઓ રશિયાનું પટાંગણ બનાવવા માંગે છે. તેઓ અમેરિકા કે પશ્ચિમ યુરોપનો પગપેસારો પૂર્વ યુરોપમાં થાય તે સહન કરી શકે તેમ નથી. તેથી તો તેઓ બાલ્ટિક સમુદ્રથી શરૂ કરી છેક કાળા સમુદ્ર તટે રહેલાં યુક્રેન કે મધ્ય એશિયામાં રહેલા પાંચે ઈસ્લામિક રાષ્ટ્રો અન્ય કોઈ પણ દેશ જેવા કે ચીન કે સંગઠન સાથે જોડાય તે સહી શકે તેમજ નથી. તેઓ જાણે જ છે કે રૂસની પશ્ચિમે અને દક્ષિણે રહેલા (યુક્રેન) રાજ્યો નાટો સાથે જોડાય તે તો સહન કરી શકે જ નહીં બીજી તરફ પોલેન્ડથી શરૂ કરી મૂળ યુગોસ્લાવિયાના ઘટક રાષ્ટ્રો કે બલ્ગેરિયા કે રૂમાનિયા પશ્ચિમ તરફે વળે તે સહી શકે તેમ નથી. આથી જ આ સમગ્ર પ્રશ્ન ધૂંધવાઈ રહ્યો છે.

(10:07 pm IST)