Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વૈશ્વિક સ્તરે ભારત વિકાસની ટોચ પર રહેશે : દેશનું અર્થતંત્ર 9 ટકાના દરે વિકસશે: IMF

વર્ષ 22022-23માં ભારત સામે અમેરિકા-યુરોપ વામણાં સાબિત થશે

નવી દિલ્હી :  IMF ના મત મુજબ આવનાર સમયમાં વૈશ્વિક સ્તરે ભારત દેશ વિકાસની ટોચ પર રહેશે. IMF દ્વારા હાલ વર્ષ 2022-2023 દરમિયાન થનારા વિકાસનું અનુમાન આપવામાં આવ્યું છે. જો IMF ની આંકડાકીય ગણતરીને ધ્યાનમાં રાખીએ તો ચાલુ વર્ષે દેશનું અર્થતંત્ર 9 ટકાના દરે વિકસશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હાલ વર્તમાન સમયમાં કોરોનાએ સંપૂર્ણ વિશ્વની હાલત બગાડી નાખી છે અને આ મહામારીના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ખુબ જ માઠી અસર પડી છે. એક અંદાજ મુજબ પ્રવર્તમાન સમયમાં વૈશ્વિક અર્થતંત્ર 4.4% ના દરે વિકસશે જે ખુબ જ ઓછો કહેવાય. હાલ તો આપણા દેશના અર્થતંત્રની વિકાસની ટોચ પર રહેવાની સંભાવનાઓ છે પરંતુ, આવતા વર્ષે દેશનો વિકાસદર ધીમો પડશે તેવી અટકળો પણ લાગી રહી છે

જો આવનાર વર્ષની વાત કરીએ તો એક અંદાજ મુજબ વર્ષ 2023માં 7.1 ટકાના દરે અર્થતંત્રનો વિકાસ થશે જ્યારે તેની સાપેક્ષે વર્ષ 2023માં વૈશ્વિક અર્થતંત્રનો 3.8% નો દર રહેશે. આ આંકડાકીય માહિતી પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે, ભારત સામે અમેરિકા-યુરોપ વામણાં સાબિત થશે. IMF મુજબ વર્તમાન સમયમાં US 4% તો યુરોપ 3.9% ના દરે વિકસશે.

(9:56 pm IST)