Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પ્રો કબડ્ડી લીગમાં થયો કોરોના વિસ્ફોટ :ખેલાડીઓ સંક્રમિત થતા મેચોના શેડ્યૂલમાં પણ ફેરફાર કરાયા

PKL ની બે ટીમોના કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા હાલ 12 ખેલાડીઓની આખી ટીમને મેદાનમાં ઉતારી શકશે નહિ.

મુંબઈ : પ્રો કબડ્ડી લીગની બે ટીમોના એકથી વધુ સદસ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને આ ખબર મળતા જ કેટલીક મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવો પડ્યો હતો. PKL ના આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું કે, ચેપગ્રસ્ત ખેલાડીઓને અલગ કરી દેવામાં આવ્યા છે.

આ સાથે જ 25 થી 30 જાન્યુઆરી વચ્ચે યોજાનારી મેચોના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આયોજકોએ જણાવ્યું હતું કે, લીગ તબક્કાના પહેલા તબક્કાના સફળ આયોજન બાદ PKL ની બે ટીમોના કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ જોવા મળતાં તે હાલ 12 ખેલાડીઓની આખી ટીમને મેદાનમાં ઉતારી શકશે નહિ.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મેચો નિરંતર શરુ રહે તે માટે કેટલીક મેચોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આયોજકે જણાવ્યુ કે, અમે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું. તેમણે અસરગ્રસ્ત ટીમોના નામ કે ખેલાડીઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. PKL ની આ સીઝન બાયો બબલમાં રમાઈ રહી છે.

 

25 થી 30 જાન્યુઆરી દરમિયાનના મેચોનું શેડ્યૂલ :

  • 25 જાન્યુઆરી : હરિયાણા સ્ટીલર્સ vs તેલુગુ ટાઇટન્સ
  • 26 જાન્યુઆરી : યુ મુમ્બા vs બેંગલુરુ બુલ્સ
  • 27 જાન્યુઆરી : યુપી યોદ્ધા vs પુણેરી પલ્ટન
  • 28 જાન્યુઆરી : પટના પાઇરેટ્સ vs તમિલ થલાઈવાઝ
  • 29 જાન્યુઆરી : દબંગ દિલ્હી vs ગુજરાત જાયન્ટ્સ, તેલુગુ ટાઇટન્સ vs બંગાળ વોરિયર્સ
  • 30 જાન્યુઆરી : જયપુર પિંક પેન્થર્સ vs પટના પાઇરેટ્સ,
  • 30 જાન્યુઆરી : બેંગલુરુ બુલ્સ vs તમિલ થલાઈવાઝ
(9:48 pm IST)