Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સાંજે રાષ્ટ્રપતિ દેશને કરશે સંબોધિત

નવી દિલ્હી, તા.૨૫: દેશ આવતીકાલે ૭૩માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ૭૩માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદનમાં આ માહિતી આપી છે. આ વખતે સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ પર ૨૩ જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઈ છે. તે ૩૦ જાન્યુઆરીએ સમાપ્ત થશે.

આ સંબોધન સાંજે ૭ વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)નાં તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં પ્રસારિત કરવામાં આવશે. જે બાદ તેનું અંગ્રેજીમાં પ્રસારણ કરવામાં આવશે. હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનાં પ્રસારણ પછી, તે દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે ૯.૩૦ વાગ્યાથી તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે. વળી, દૂરદર્શન ૫૯ કેમેરાની મદદથી પ્રજાસત્તાક દિવસ પરેડની દરેક પ્રવૃત્તિનું જીવંત પ્રસારણ કરશે. IAF નાં ૭૫ એરક્રાફ્ટનાં વિશાળ કાફલાનાં વિવિધ પરાક્રમોનાં જીવંત પ્રસારણ સાથે ફ્લાય-પાસ્ટનાં નવા પાસાઓને પ્રદર્શિત કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

(3:19 pm IST)