Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

'અમનને પાંવ પસારે હૈ, આપ ભી ચલે આઓ'!

જમ્મુ સીમાઃ પ્રવાસી પક્ષીઓ પણ યુધ્ધવિરામથી શાંતિનો અહેસાસ કરી રહયા છે...

           ઘરાના બર્ડ સેન્કચ્યુરી (આરએસપુરા-જમ્મુ સીમા) તા., રપઃ હિન્દુસ્તાન અને પાકિસ્તાનને અલગ કરતી આંતરરાષ્ટ્રીય સીમાની ૦ લાઇનની માત્ર કેટલાક ગજ દુર આવેલી આ બર્ડ સેન્કચ્યુરીમાં આ વખતે કાંઇક અલગ જ નજારો છે. ઝુંડના ઝુંડ પ્રવાસી પક્ષીઓ ઉતર્યા છે. થોડી મીનીટો માટે હવામાં ઉડાન ભરી ફરી જમીન ઉપર પાછા આવી રહયા છે. તેમની ચહચહાટથી  એવું મહેસુસ થઇ રહયું છે કે તેઓ યુધ્ધ વિરામથી શાંતિ અનુભવી રહયા છે. આગ ઓકતી જમ્મુ-કાશ્મીર સીમાઓ ઉપર જમ્મુથી લગભગ ૩૪ કી.મી. દુર ભારત-પાક રેખાથી લગભગ ૬૦૦ મીટર પાછળ આવેલી આ ઘરાના બર્ડ સેન્કચ્યુરીનું અસ્તિત્વ હજુ સુધી ખતરામાં માનવામાં આવી રહયું હતુ઼. આવુ એટલે હતું કે જયાં પાકિસ્તાની ગોળીબારી સતત પ્રવાસી પક્ષીઓના અમનમાં ખલેલ પહોંચાડી રહી હતી. જયારે સીમાવર્તી ઇલાકાઓમાં દાટવામાં આવેલી બારૂદી સુરંગોના વિસ્ફોટ તેમને શાંતિથી અહીંયા રહેવા દેતા ન હતા. પરંતુ હવે એવું કઇ નથી. છેલ્લા ૧૮ વર્ષથી લાગુ સીઝફાયરને કારણે શાંતિનો આનંદ પક્ષીઓ ઉઠાવી રહયા છે. આ વખતે તેમની સંખ્યા જોઇને એવુ લાગે છે કે તેઓ પોતાના અન્ય સાથીઓને પણ સંદેશો મોકલી રહયા છે કે'અમનને પાંવ પસારે હૈ, આપ ભી ચલે આઓ'!

(2:45 pm IST)