Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

નવા વર્ષમાં કયારે-કયારે આવશે 'સૂર્યગ્રહણ' અને 'ચંદ્રગ્રહણ'

પહેલુ સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ લાગશે કે જે બપોરે ૧૨.૧૫ વાગ્યાથી ૦૪.૦૭ વાગ્યા સુધી રહેશે

નવી દિલ્લી, તા.૨૫: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આમ તો ખગોળીય ઘટના છે પરંતુ જયોતિષની દ્રષ્ટિએ ગ્રહોનો પ્રભાવ વ્યકિતના જીવન પર પડે છે અને આના કારણે લોકોમાં ગ્રહણને લઈને ભ્રમ-ભય અને ઉત્સુકતા રહે છે. માટે સહુ કોઈ વર્ષ ૨૦૨૨માં આવનારા ગ્રહણો વિશે જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨માં ચાર ગ્રહણ લાગવાના છે જેમાંથી ચંદ્ર ગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ છે.

સૂર્યગ્રહણ સૌથી પહેલા વાત કરીએ સૂર્યગ્રહણની, તો પહેલુ સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ લાગશે કે જે બપોરે ૧૨.૧૫ વાગ્યાથી ૦૪.૦૭ વાગ્યા સુધી રહેશે. આ આંશિક ગ્રહણ હશે જેનો પ્રભાવ દક્ષિણ-પશ્યિમ અમેરિકા, પ્રશાંત એટલાંટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. વર્ષ ૨૦૨૨ના બીજુ સૂર્યગ્રહણ ૨૫ ઓકટોબરના રોજ દેખાશે. તે પણ આંશિક ગ્રહણ હશે. તે સાંજે ૦૪:૨૯:૧૦ વાગે શરુ થશે અને ૦૫ૅં૪૨ૅં૦૧ સુધી ચાલશે. તે યુરોપ, દક્ષિણ-પશ્યિમ એશિયા, આફ્રિકા અને એટલાંટિકામાં જોઈ શકાશે. આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય.

ચંદ્રગ્રહણ વર્ષ ૨૦૨૨ના ચંદ્રગ્રહણની કરીએ તો પહેલુ ચંદ્રગ્રહણ ૧૫ અને ૧૬ મેના રોજ સવારે ૭.૦૨ વાગ્યાથી શરુ થઈને ૧૨.૨૦ વાગ્યા સુધી ચાલશે. તેને સાઉથ-વેસ્ટ યુરોપ, સાઉથ-વેસ્ટ એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકાના મોટાભાગના હિસ્સા, સાઉથ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર એંટાર્કટિકા અને એટલાંટિક મહાસાગરમાં જોઈ શકાશે. વર્ષ ૨૦૨૨ના બીજુ છેલ્લુ ચંદ્રગ્રહણ ૮ નવેમ્બરના રોજ બપોરે ૧.૩૨ વાગ્યાથી સાંજે ૭.૨૭ વાગ્યા સુધી રહેશે. જેને નોર્થ-ઈસ્ટ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકામા જોઈ શકાશે.

વર્ષ ૨૦૨૨માં લાગનાર બંને ચંદ્રગ્રહણનો સૂતક કાળ માન્ય હશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એટલે શું? જયારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે ચંદ્રની પાછળ સૂર્ય અમુક સમય માટે ઢંકાઈ જાય છે. આ દ્યટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તે હંમેશા અમાસનુ હોય છે. જયારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહે છે. આ દરમિયાન એક સીધી રેખા બની જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યની રોશનીને ચંદ્રમા સુધી નથી પહોંચવા દેતી. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે.

(12:58 pm IST)