Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઓમિક્રોનથી સંક્રમિત ૬૦ વર્ષથી ઓછી વયના દર્દીઓ પેરાસિટામોલ લઇ શકે છે : નિષ્ણાંત

જો ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતને બે દિવસ સુધી સતત તાવ હોય તો ડોકટરો મોલનુપીરાવીર જેવી એન્ટિવાયરલ દવાઓ લખી શકે છે

મુંબઇ તા. ૨૫ : હેલ્થ ઓલના કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. જેની પાછળ કોરોનાના નવા વેરિયન્ટ જવાબદાર છે.આવી સ્થિતિમા મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯જન ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો તેમની સારવાર પેરાસિટામોલથી શરૂ કરી શકે છે.

હીલ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન શો હેલ્થઓલના લેટેસ્ટ એપિસોડમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજિસ્ટ જોશીએ જણાવ્યું હતું કે, જો ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતને બે દિવસ સુધી સતત તાવ હોય તો ડોકટરો મોલનુપીરાવીર જેવી એન્ટિવાયરલ દવાઓ લખી શકે છે.

 વધુમાં તેમણે કહ્યું, '૬૦ વર્ષથી ઓછી ઉંમરના ઓમિક્રોન દર્દીઓમાં જેમાં કોઈ અન્ય વિશેષ રોગ નથી તે પેરાસિટામોલ સાથે લક્ષણોની સારવાર શરૂ કરી શકે છે.ે

જો કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને, સગર્ભા  સ્ત્રીઓને અથવા જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તેમને પેરાસિટામોલ લેવી જોઈએ નહીં.

અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવેકિસન સાથે પેરાસીટામોલ ૫૦૦ મિલિગ્રામની ગોળીઓ બાળકોને આપવામાં આવી રહી છે. કોવેકિસન ભારતમાં કિશોરો માટે એકમાત્ર માન્ય કોવિડ રસી છે. રસી નિર્માતા ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી છે કે, કોવેકિસન રસી અપાયા પછી કિશોરો માટે પેરાસિટામોલ અથવા પેઇનકિલરની ભલામણ કરવામાં આવતી નથી.

 જોશીએ 'ઉચ્ચ જોખમ ધરાવતા વસ્તી જૂથના દર્દીઓ જેમ કે, હાયપરટેન્સિવ, ડાયાબિટીસ, રોગપ્રતિકારક શકિત ઓછી દવાઓ લેતા લોકો, વરિષ્ઠ નાગરિકો, અન્ય બિમારીઓ ધરાવતા લોકોએ લક્ષણોની શરૂઆતના ૭૨ કલાકની અંદર પેરાસિટામોલનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.'

 જયારે પણ આપણને કોઈ નવો રોગ થાય અને તે સતત વિકસિત થઈ રહ્યો હોય, ત્યારે સારવારની નવી પદ્ઘતિઓ પણ હોવી જરૂરી છે. જો કે, તે માટે સૌથી વધુ સંવેદનશીલ લોકોને ઓળખવા અને તે મુજબ દવા લખવાનું ડોકટરો પર નિર્ભર છે.

(10:17 am IST)