Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શેરબજારના કડાકાથી

૭ દિ'માં અબજપતિઓએ ગુમાવ્યા ૪.૯૯ લાખ કરોડ

એલન મસ્કની સંપતિ ૨૫ અબજ ડોલર ઘટી : બેઝોસ - લેરીપેજ - ઝુકરબર્ગને પણ ફટકો

નવી દિલ્હી તા. ૨૫ : ગયા સપ્તાહે શેરબજારમાં થયેલા ભૂકંપથી અમીરોની સંપત્તિ ઘટી છે. બ્લુમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્ષ મુજબ ૭ દિ'માં ૫ અબજપતિઓની વ્યકિતગત સંપત્તિમાં ૪.૯૯ લાખ કરોડ રૂપિયા (૬૭ અબજ અમેરિકી ડોલર)નો ઘટાડો થયો છે. એલન મસ્કની સૌથી વધુ ૧.૮૬ લાખ કરોડ (૨૫ અબજ ડોલર)નું નુકસાન થયું છે. સૌથી વધુ નાણા ગુમાવનારા બધા અમેરિકન છે.

અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારશે એ નિશ્ચિત થયા પછી શેરબજારમાં જે વેચવાલી જોવા મળી છે તેમાં વિશ્વના ધનિકોની સંપત્તિમાં જંગી ઘ્તાડોળ જોવા મળ્યો છે.

વિશ્વના ટોચના પાંચ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત ધનકુબેરોની સંપત્ત્િ।માં ગત સપ્તાહમાં ૬૭ અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેકસ ઉપરથી જાણવા મળે છે.

અમેરિકન શેરબજારમાં ટેકનોલોજી કંપનીઓના સ્ટોક એકસચેન્જ નાસ્ડાકનો મુખ્ય નાસ્ડાક ૧૦૦ ઇન્ડેકસ નવેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ ૧૬૭૬૪ થયા પછી સતત ઘટી રહ્યો છે અને શુકવારે ૧૪૪૩૮ બંધ રહ્યો હતો જે ૧૩.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઇન્ડેકસની ૧૦૦ કંપનીઓમાંથી ૮૩ કંપનીઓના શેના ભાવ તા.જાન્યુઆરી પછી ઘટેલા જોવા મળી રહ્યા છે.

વિશ્વમાં સૌથી ધનિક અને ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કની સંપત્ત્િ। ગત એક જ સપ્તાહમાં ૨૫ અબજ ડોલર ઘટી ગઈ છે. જોકે, હજુ પણ તે સૌથી ધનિક વ્યકિત તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

નવેમ્બર મહિનામાં જયારે શેરબજારો તેજીમાં હતા ત્યારે બ્લુમબર્ગના અહેવાલ અનુસાર મકસની સંપત્ત્િ। ૨૪૩ અબજ ડોલર હતી એ પછી અત્યારે તેમની સંપત્તિ ૧૬૮ અબજ ડોલર આંકવામાં આવી રહી છે એટલે કે બે મહિનામાં તેમની સંપત્તિમાં ૬૩ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

સંપત્તિના કારણે ગત વર્ષે મસ્કે ૧૫ અબજ ડોલરનો ટેકસ ચૂકવવો પડયો હતો. ટીવટર ઉપર લોકોની સહમતિ મેળવી તેમણે ૧૦ ટકા શેર વેચ્યા પછી તેમની સંપત્ત્િ।માં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્ત્િ। ૨૦ અબજ ડોલર ઘટી ગઈ છે.

ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ૧૦.૪ અબજ ડોલર, ગુગલના લેરી પેજની ૭.૬ અબજ ડોલર અને બીલ ગેટ્સની સંપત્તિમાં ૪.૩ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રીપ્ટોકરન્સીમાં આવેલા જોરદાર કડાકાના કારણે બીનાન્સ નામની કરન્સીના ફાઉન્ડર ચેંગપેંગ ઝાહોની સંપત્તિમાં ૧૭.૭ અબજ ડોલરનો જંગી ઘટડો જોવા મળ્યો છે.

(10:15 am IST)