Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

NTPC પરિણામને લઈને બિહારમાં હોબાળો :રાજેન્દ્ર નગર ટર્મિનલ પર વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: અનેક ટ્રેનો રદ

પટના અને અરાહના વિદ્યાર્થીઓ છેલ્લા 6 કલાકથી અહીં બેઠા છે. સંબંધિત અધિકારીઓ વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

બિહાર પટનાના રાજેન્દ્ર નગર ટર્નિમલ ખાતે RRB-NTPCના પરિણામોને લઈને વિરોધ કરી રહેલા ઉમેદવારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ રોષે ભરાયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસના લાઠીચાર્જ બાદ રાજેન્દ્ર નગર ટર્મિનલ પર અફરાતફરી મચી ગઈ છે. પોલીસ રેલવે ટ્રેક પર બેઠેલા વિદ્યાર્થીઓને હટાવવામાં વ્યસ્ત છે. જેથી વિદ્યાર્થીઓએ આરા સ્ટેશન પર પણ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના આ હોબાળાને કારણે ટ્રેનોના સંચાલન પર પણ અસર પડી છે.

હંગામા બાદ પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલથી 12309 રાજેન્દ્ર નગર ટર્મિનલ-નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ, 12393 રાજેન્દ્ર નગર ટર્મિનલ-નવી દિલ્હી સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ,13288 રાજેન્દ્ર નગર ટર્મિનલ-દુર્ગ દક્ષિણ બિહાર એક્સપ્રેસ, 1235 રાજેન્દ્ર નગર ટર્મિનલ-નવી દિલ્હી એક્સપ્રેસ.13201, પટના – લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. તો જ્યારે બક્સર-પટના પેસેન્જર કરીસાથ સ્ટેશન, પટના-આરા પેસેન્જર, બિહતા સ્ટેશન પર અસરગ્રસ્ત થયા છે. આ સાથે વિક્રમશિલા એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી છે

 

પટના અને અરાહના વિદ્યાર્થીઓ છેલ્લા 6 કલાકથી અહીં બેઠા છે. સંબંધિત અધિકારીઓ વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓ કંઈ પણ સાંભળવા તૈયાર નથી. વાસ્તવમાં RRB એ NTPC CBT-1 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

13 જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં બોર્ડ દ્વારા ઘણી જગ્યાઓ માટે એક જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. જે બાદ ઘણા વિદ્યાર્થીઓ પસંદગીથી વંચિત રહી ગયા છે. જેને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં RRB એ NTPC CBT-1 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

13 જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં બોર્ડ દ્વારા ઘણી જગ્યાઓ માટે એક જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ પસંદગીથી વંચિત રહી ગયા છે. જેને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે બોર્ડે કહ્યું હતું કે પીટી પરીક્ષાનું પરિણામ 20 ગણું વધુ આપવામાં આવશે. નોટિફિકેશનના આધારે બોર્ડે તેના વચનને પૂર્ણ કર્યું નથી. જે બાદ અમારી માગ છે કે ગ્રુપ-ડીનું નોટિફિકેશન પાછું ખેંચી લેવામાં આવે અને એનટીપીસીના રિવાઇઝ્ડ રિઝલ્ટ જાહેર કરવામાં આવે

(12:00 am IST)