Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઘરવાપસીનો સમય આવ્યો :એર ઈન્ડિયાને 27 જાન્યુઆરીએ ટાટા ગ્રુપને સોંપી દેવાશે

બાકી વધેલી ઔપચારિકતાઓ થોડા દિવસમાં પૂર્ણ થઇ જશે : એર ઈન્ડિયાની બોલી ટાટા ગ્રુપે ગયા વર્ષે 8 ઓક્ટોબરે જીતી હતી

નવી દિલ્હી :એર ઈન્ડિયાની ઘરવાપસીનો સમય આવી ગયો છે. દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને લગભગ બે દિવસ બાદ એટલેકે 27 જાન્યુઆરીએ ટાટા ગ્રુપને સોંપી દેવામાં આવશે. આ ડીલની બાકી વધેલી ઔપચારિકતાઓ આગામી થોડા દિવસમાં પૂર્ણ થઇ જશે

એર ઈન્ડિયાના કર્મચારીઓને એક મેલ કરતા કંપનીના ડાયરેક્ટર વિનોદ હેજમાદીએ કહ્યું છે કે આજે બેલેન્સ શીટ બંધ કરી દેવામાં આવશે. કારણકે ટાટા તેની સમીક્ષા કરી શકે. હવે જો કોઈ ફેરફાર થશે તો તેને બુધવારે 26 જાન્યુઆરીએ કરી શકાય છે.

અત્રે  ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની બોલી ટાટા ગ્રુપે ગયા વર્ષે 8 ઓક્ટોબરે જીતી લીધી હતી. ત્યારબાદ Talace Private Limitedને એર ઈન્ડિયા સોંપવાની તૈયારી ચાલી રહી હતી. આ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. આ ડીલ 18,000 કરોડ રૂપિયામાં થઇ હતી. ત્યારબાદ 25 ઓક્ટોબર 21ના રોજ કેન્દ્રએ આ કરાર માટે શેર ખરીદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

(12:00 am IST)