Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સમાજવાદી પાર્ટીની યાદી જાહેર : અખિલેશ યાદવ કરહાલ બેઠકથી લડશે ચૂંટણી

સાંસદ આઝમ ખાનને રામપુર સીટ પરથી અને સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમના પુત્ર અબ્દુલ્લાને ટિકિટ આપી:કજ મલિકને ચર્થવાલ સીટથી, મનોજ પાંડેને ઉંચાહરથી, ધરમપાલ સૈનીને નકુડથી અને નાહીદ હસનને કૈરાનાથી મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. એસપી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 159 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સપાની આ યાદીમાં અખિલેશ યાદવનું નામ સૌથી ઉપર છે. અખિલેશ યાદવ કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે, તેની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી.

  સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રનું નામ એસપીની નવી યાદીમાં નથી. સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમના પુત્ર અબ્દુલ્લાને ટિકિટ આપી છે. પંકજ મલિકને ચર્થવાલ સીટથી, મનોજ પાંડેને ઉંચાહરથી, ધરમપાલ સૈનીને નકુડથી અને નાહીદ હસનને કૈરાનાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

(12:00 am IST)