Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

હવે દિલ્હી બહાર પણ 'આપ'નો દબદબો : મહારાષ્ટ્ર-હિમાચલ અને કાશ્મીરમાં અનેક બેઠકો કબ્જે કરી

નવી દિલ્હી તા. ૨૫ : દિલ્હીની બહાર પણ હવે આમ આદમી પાર્ટી જોર કરવા માંડી છે. તાજતેરના મહારાષ્ટ્ર અને હિમાચલની સ્થાનિક ચુંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ઘણી બેઠકો ઉપર જીત મેળવી લીધી હતી.

મહારાષ્ટ્રમાં પંચાયત ચુંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ૩૦૦ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી ૧૪૫ બેઠકો પર જીત મેળવી લીધી છે. ચાર ગ્રામ પંચાયતોમાં પણ બહુમતિ મેળવી છે.

એજ રીતે હિમાચલ પ્રદેશમાં પંચાયતી ચુંટણીમાં આમ આદમીના ૪૦ માંથી ૩૬ ઉમેદવારોએ લોકોનો વિશ્વાસ મત રૂપે જીતી બતાવ્યો છે.

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાની કાહરા વિધાનસભા ક્ષેત્રમાં પણ આમ આમ આદમી પાર્ટીના મહરાજ મલિકે ૩ હજાર મતોથી જીત મેળવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્ર, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ઉજવળ દેખાવ કરનાર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.

(4:11 pm IST)