Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બંગાળમાં ૪૪ વર્ષમાં ફકત ૩ મુખ્યમંત્રી બન્યા

કોલકતા, તા. રપઃ  દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય રહ્યો છે. પ. બંગાળનો સ્થાપના દિવસ કાલે છે. આવતા મહિને રાજયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે. ત્રણ દિવસ પહેલા ચૂંટણી પંચે રાજયમાં તૈયારીની માહિતી મેળવેલ. અહીંની ચૂંટણી ઉપર દેશભરની નજર છે. ચૂંટણી દરમિયાન સૌથી વધુ હિંસા અહીં થાય છે.

દેશના બીજા રાજયોમાં આયારામ-ગયારામનો ખેલ આખુ વર્ષ ચાલતુ રહે છે. સરકાર બન્ને છે અને પડે છે. મુખ્યમંત્રી પણ બદલતા રહે છે. દેશના ઘણા રાજયોમાં એક-બે દિવસ કે અઠવાડીયા માટે મુખ્યમંત્રી બનતા જોયા છે. પણ બંગાળ દેશને અલગ સંદેશ આપે છે. ઇમરજન્સી બાદ જયોતિબાસુ ર૧ જન ૧૯૭૭માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી ૪૧ વર્ષમાં ફકત ૩ મુખ્યમંત્રી જ થયા છે. જયોતિ બાસુ, બુધ્ધદેવ ભટ્ટાચાર્ય અને મમતા બેનર્જી.

આ સમયગાળામાં મહારાષ્ટ્રમાં ૧૩ સીએમ બન્યા છે. અન્ય રાજયોમાં પણ આવી જ તસ્વીર છે. એટલે કે બંગાળ દેશભરમાં રાજકીય સ્થિરતાનું પ્રતીક છે કે જયાં ૪ દાયકામાં ફકત ૩ મુખ્યમંત્રી જ બન્યા છે.

(3:17 pm IST)