Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જનતા મોંઘવારીથી ત્રસ્ત, મોદી સરકાર ટેકસ વસુલવામાં મસ્ત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના તીખા પ્રહારો : સરકારને પેટ્રોલ-ડીઝલ-ગેસથી ર૦ લાખ કરોડની આવકઃ જનતાને હીસાબ આપેઃ અજય માકન

નવી દિલ્હી તા. રપ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આર્થીક વિકાસને લઇને સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા છે. તેમણે જણાવેલ કે જીડીપી વધારવામાં ફસાયેલ સાબીત થઇ છે. પણ ગેસ, ડીઝલ, પેટ્રોલ એટલે જીડીપીનો વિકાસ દર ઝડપથી વધી રહ્યો છે.

તેમાં સામાન્ય લોકો સામે મોટુ સંકટ ઉભુ થઇ રહ્યું છે. રાહુલે ટ્વીટમાં જણાવેલ કે પીએમ મોદીએ જીડીપી એટલે કે ગેસ-ડીઝલમાં પેટ્રોલના ભાવોમાં જબરદસ્ત વિકાસ દર દેખાડયો છે.

જનતા જયાં મોંઘવારીથી ત્રસ્ત, મોદી સરકાર ટેકસ વસુલાતમાં મસ્ત સાથે રાહુલને એક અખબારનું કટીંગ પણ પોસ્ટ કરેલ કોંગ્રેસ સચીવ અજય માકને જણાવેલ કે મોદી સરકારના સત્તામાં આવ્યા બાદથી ટીઝલ ઉપર ઉત્પાદ શુલ્ક ૮ ગણો વધ્યો છે જયારે પેટેલમાં અઢી ગણો. રાંધણ ગેસના સીલીન્ડરની સબસીડી લગભગ ખતમ કરી દીધી છે. સરકારને ર૦ લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છેસરકારે આ કમાણીનો હીસાબ દેશની જનતાને આપવો જોઇએ.

(3:13 pm IST)