Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

ગુજરાતી અભિનેતા મનોજ જોશીને પદ્મશ્રી એવોર્ડ અપાશે

હિંમતનગરના આડપોદરા ગામમાં જન્મેલા મનોજ જોશીએ ગુજરાતી-મરાઠી ફિલ્મો અને રંગભૂમિ ક્ષેત્રે કલાના કામણ પાથર્યા છે

 નવી દિલ્હી :ગુજરાતી અભિનેતા મનોજ જોશીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ પારિવારિક સુત્રોએ આપેલી માહિતી મુજબ તેમને એવોર્ડ આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે મનોજ જોષી ઢોલીવુડ અને બોલીવુડ એમ બંને જગ્યાએ ચરિત્ર અભિનેતા તરીકે નામના મેળવી છે

  ગુજરાતી કલાકાર મનોજ જોશીનો જન્મ ત્રીજી સપ્ટેમ્બર,1965ના રોજ હિંમતનગરના આડપોદરા ગામમાં થયો હતો. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતના આ જાણીતા કલાકારની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ ગુજરાતી કે ફિલ્મ રસિક અજાણ હશે. મનોજ જોશીને મળનારા આ સન્માનથી ગુજરાતી-મરાઠી રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રના લોકોમાં ભારે આનંદની લાગણી પ્રવર્તી ગઈ છે.

  જ્હોન મથાઈની ફિલ્મ સરફરોશથી 1999માં ફિલ્મ ક્ષેત્રમાં પદાર્પણ કરનારા મનોજ જોશીના અભિનયને રંગભૂમિએ ખૂબ વખાણી છે.સરફરોશબાદ 2003માં હંગામા” 2004માં હલચલઅને ધૂમ”, 2006માં ફિર હેરા ફેરીએન્ડચૂપ ચૂપ કે”, 2007માં ભાગમ ભાગ” “ભૂલભૂલૈયાતથા 2009માં બિલ્લુ બાર્બરજેવી ફિલ્મોમાં કામ કર્યું હતું  60 થી વધુ બોલિવૂડની ફિલ્મો ઉપરાંત તેમણે ચાણક્ય”, “એક મહેલ હો સપનો કા”, મરાઠી શ્રેણીઓ- રાઉ”, “મુરા રાસ્કા માઇ લાઅને સંગદિલ”, “સૌતન કી સહેલી”, “ખીચડીજેવી સંખ્યાબંધ ટેલિવિઝન સિરીઝ માં પણ અભિનય કર્યો છે .

(10:02 pm IST)