Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

લોકડાઉનના લીધે પ્રદૂષણ ઘટયું નથીઃ WMO

લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા આમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઇ જ ફર્ક પડયો નથી

નવી દિલ્હી, તા.૨૪: યુએનની હવામાન સંસ્થા  wmoના વડાએ પર્યાવરણને લગતો ચિંતાજનક અહેવાલ આપ્યો હતો. યુએનના અહેવાલ પ્રમાણે કોરોનાનાકારણે લોકડાઉન લાગુ થયું હતું, તેના કારણે પ્રદૂષણ ઘટયું હતું. તેમ છતાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ યથાવત રહ્યું હતું.

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે,પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી.કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ નોંધપાત્ર તફાવત જણાયો નથી. ૨૦૧૯માં લોકડાઉન પહેલાં જે સ્થિતિ હતી, એ લોકડાઉનના આટલા મહિના પછી પણ ૨૦૨૦માં એ જ સ્થિતિ યથાવત છે.તાપમાનને વધારનાર, સમુદ્રની સપાટી ઊંચી લાવનાર, બરફ પીગળાવનાર ગ્રીનહાઉસ ગેસનું સ્તર ભયજનક હતું અને કોરોનાકાળમાં લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું પછી ય ભયજનક સપાટીએ જ છે, એવું યુએનની હવામાન એજન્સીના ગ્રીનહાઉસ બુલેટિનમાં કહેવાયું હતું. રીપોર્ટ પ્રમાણે લોકડાઉન દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં ૧૭ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેની સીધી અસર ગ્રીનહાઉસ ગેસની સપાટીમાં પડી નથી. વાર્ષિક ઘટાડો ૪.૨થી ૭.૫ રહેશે.અહેવાલ પ્રમાણે ગ્રીનહાઉસ ગેસનું સ્તર ૨૦૧૪માં ૪૦૦ પીપીએમ હતું, ૨૦૧૮માં ૪૦૭,૨૦૧૯માં ૪૧૦ હતું. ૨૦૨૦માં પણ એ સ્તરમાં કોઈ ફરક પડે એવી શકયતા નથી. ૧૯૯૦ પછી છેલ્લાં ૩૦ વર્ષમાં રેડિએટિવ ફોર્સિંગમાં ૪૫ ટકાનો વધારો થયો છે.

(3:29 pm IST)