Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સોનામાં ૮૦૦ અને ચાંદીમાં ૨૦૦૦ રૂ.ઘટયા બાદ આજે ભાવો સ્થિર

સોનાના ભાવ ૫૧૦૦૦ અને ચાંદીના ભાવ રૂ.૬૧,૭૦૦

રાજકોટ, તા.૨૪: બુલીયન માર્કેટમાં ગઇકાલે રાત્રે સોના અને ચાંદીના ભાવોમાં ગાબડા પડયા બાદ આજે ભાવો સ્થિર રહ્યા હતા.

બુલીયન માર્કેટમાં ગઇકાલે રાત્રે સોનાના ભાવમાં ૮૦૦ રૂ.નો કડાકો થતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૫૧,૮૦૦ રૂ. હતા તે ઘટીને ૫૧,૦૦૦ રૂ. થઇ ગયા હતા. જયારે ચાંદીમાં ૨૦૦૦ રૂ.નું ગાબડુ પડતા ચાંદીચોરસા (૧ કિલો)ના ભાવ ૬૩,૭૦૦ રૂ. હતા તે ઘટીને ૬૧,૭૦૦ રૂ. થઇ ગયા હતા. આજે સવારે પણ બજારો ખુલતાની સાથે જ સોનામાં ૨૦૦ રૂ. અને ચાંદીમાં વધુ ૪૦૦ રૂ. તૂટયા હતા. જો કે, બપોરે આ ઘટાડો ધોવાઇ ગયો હતો. બપોરે ૨ વાગ્યે સોનાના ભાવ ૫૧૦૦૦ રૂ. તથા ચાંદીના ભાવ ૬૧,૭૦૦ રૂ.ની સપાટીએ સ્થિર રહ્યા હતા.

(3:03 pm IST)