Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

નિફટી ૧૩૦૦૦ ઉપરઃ ઓલટાઈમ હાઈ

કોરોના વેકસીનના મામલે સારા સમાચારો મળતા વિશ્વભરના શેરબજારોમાં રોનકઃ ભારતીય શેરબજાર પણ બલ્લે બલ્લે : ભારતીય અર્થતંત્ર દોડશે એવી આશાએ દુનિયાભરના રોકાણકારો શેરબજારમાં પૈસા લગાવી રહ્યા છેઃ હજુ શેરબજાર નવી ઉંચાઈએ પહોંચે તેવી શકયતા

મુંબઈ, તા. ૨૪ :. કોરોના વેકસીનને લઈને સતત આવી રહેલા સારા સમાચારો વચ્ચે દુનિયાભરના શેરબજારોમાં રોનક છવાઈ ગઈ છે. જેની અસર ભારતના શેરબજાર પર પણ જોવા મળી રહી છે. નિફટીએ પહેલીવાર ૧૩૦૦૦નો આંક વટાવ્યો છે. તો સેન્સેકસ પણ ૪૪૪૦૦ ઉપર પહોંચી ગયો છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે દુનિયાભરના રોકાણકારો ભારતમા પૈસા લગાવી રહ્યા છે. આવતા દિવસોમાં શેરબજાર વધુ નવી ઉંચાઈએ પહોંચી શકે છે. આજે બપોરે ર.૪પ વાગ્યે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૬ પોઈન્ટ વધીને ૪૪૫૧૩ અને નિફટી ૧૨૭ પોઈન્ટ વધીને ૧૩૦૫૩ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. નિફટી ઓલટાઈમ હાઈ ઉપર છે. સેન્સેકસ પણ ઉચ્ચસ્તરે છે. ગઈકાલે પણ બજારમાં રોનક હતી.  સવારથી જ નીફટી અને સેન્સેકસ ખુલતા વેત સડસડાટ દોડવા લાગેલ. આજે મહિન્દ્રા ૭૨૭, ટેક. મહિન્દ્ર ૮૮૫, કોટક બેન્ક ૧૯૪૧, એચડીએફસી બેન્ક ૧૪૨૫, ઈકવીટાસ ૬૯, એફ રીટેલ ૮૬, ફયુચર ૯૯, જેકે બેન્ક ૨૬, ભારતીય ઈન્ફ્રા. ૨૩૧, અદાણી પોર્ટ ૩૯૬, પાવર ગ્રીડ ૧૯૪, રીલા. ૧૯૪૦, ઓએનજીસી ૭૫ ઉપર ટ્રેડ કરે છે.

(3:02 pm IST)