Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

આકાશમાં આગનો ગોળો નજરે પડયોઃ કેરેબિયન દ્વીપ ઉપર અદ્‌ભૂત નજારાને અનેક લોકોએ કેમેરામાં કેદ કર્યો

સેન જુઆન: જો તમને આકાશમાં આગના ગોળા જેવી કોઈ વસ્તુ દેખાય તો આશ્ચર્ય થવું શક્ય છે. આવું જ કંઈક પ્યુર્ટો રિકોમાં થયું જ્યારે 22 ઓક્ટોબરના રોજ લોકોની નજર આકાશમાં અટકી ગઈ. લોકોએ જોયું કે તેજસ્વી પ્રકાશવાળો ગોળા જેવી કોઈ વસ્તુ એક દિશાથી બીજી દિશામાં જઈ રહી છે.

અધિકારીઓએ આપી સૂચના

આ અદ્ભુત નજારો જોયા બાદ લોકો થોડા ભયભીત થયા હતા. તેમણે અધિકારીઓને ફોન કરી તેની જાણકારી આપી હતી, જો કે, કેટલાક એવા લોકો પણ હતા જેમમે કેરેબિયન દ્વિપ પર જોવા મળેલી આ ખગોળીય ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

પોસ્ટ કર્યો વીડિયો

ફ્રેંકી લુસેના (@ frankie57pr)એ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ભારે પ્રકાશની વચ્ચે આગનો ગોળા જેવી કોઈ વસ્તુ આકાશથી નીચે તરફ જઈ રહી છે. લુસેનાનું કહેવું છે કે, Taurid meteor હોઈ શકે છે.

વધી છે પ્રવૃત્તિઓ

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઉલ્કાવર્ષાના વરસાદમાં વધારો થયો છે, જેના કારણે આવા દૃષ્ટિકોણ દેખાય છે. કેરેબિયન એસ્ટ્રોનોમિકલ સોસાયટી કહે છે કે બ્રોડ ડેલાઇટમાં પણ લોકોએ આકાશમાં સેંકડો 'સફેદ બિંદુઓ' જોયા છે.

શું છે કારણ?

જ્યારે મોટી સંખ્યામાં નાની ઉલ્કાઓ આપણા વાયુમંડળના સંપર્કમાં આવે છે, ત્યારે તે ઘર્ષણ પેદા કરે છે, જેના કારણે ઉલ્કાઓ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઉલ્કાઓ એસ્ટરોઇડનો ભાગ છે. જ્યારે કોઈ પણ કારણોસર એસ્ટરોઇડ્સ તૂટી જાય છે, ત્યારે તેમનાથી જુદા પડેલા ભાગને મીટિઓરોઇડ કહેવામાં આવે છે.

(4:24 pm IST)