Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પ્રિન્સિપલ CCITની મંજૂરી પછી જ TDS સ્ક્રુટિની એસેસમેન્ટનો સર્વે કરાશે

કરદાતાઓને ખોટી હેરાનગતિનો ભોગ બનવું પડશે નહીં

નવી દિલ્હી,તા. ૨૪: પ્રિન્સિપલ ચીફ ઈન્કમટેકસ કમિશનર (Pr.CCIT) અથવા અથવા ચીફ ઈન્કમટેકસ કમિશનર (CCIT)ની મંજૂરી મેળવ્યા પછી જ ટેકસ ડીડકટેડ એટ સોર્સ (TDS) માટેના સ્ક્રુટિની એસેસમેન્ટ માટે માહિતી એકત્રિત કરવા માટે સર્વે કરી શકાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (CBDT)એ આ પ્રકારે સર્વે હાથ ધરતાં પહેલાં ટોચના અધિકારીની મંજૂરી પહેલાં મેળવવાની આવશ્યક બનાવવા અંગેની સૂચના આપી છે. આમ ટોચના I.T. અધિકારીની મંજૂરી પછી જ I.T. સર્વે કરવાની સૂચનાને પગલે કરદાતાઓને ખોટી હેરાનગતિનો ભોગ બનવું પડશે નહીં. CBDTએ જારી કરેલી સૂચનામાં જણાવ્યું છે કે, સર્ચ, જપ્તી સહિતના સેન્ટ્રલ ચાર્જ, ઈન્ટરનેશનલ ચાર્જ,  NeAC (નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર)/ (નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર) વગેરે માટે સર્વેના પગલાં લેવાની જરૂર હોય તેવા કિસ્સામાં આવકવેરા અધિકારીઓએ ટોચના I.T. અધિકારીઓનો સમાવેશ કરતી કોલેજિયમની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. CBDTએ, આવકવેરા કાયદાની સેકશન- ૧૩૩છ હેઠળ આવકવેરા અધિકારીઓને સર્વેની સત્ત્।ા આપવા ખાતાકીય આદેશ જારી કર્યા છે. ITના સર્વેમાં આવકવેરા અધિકારી માહિતી એકત્રિત કરવા માટે કરદાતાની બિઝનેસ પ્રિમાઈસીસની મુલાકાત લઈને હિસાબી ચોપડા, ઈલેકટ્રોનીકલી સંગ્રહ કરેલા ડેટા, ઈ-મેઈલ કોમ્યુનિકેશન, વગેેરે તપાસી શકે છે.

(11:37 am IST)