Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

૩જી નવેમ્બર હવે ઢુકડી આવી ગઇ છે ત્યારે

જો બાયડન અને પુત્ર હંટરના કૌભાંડો અચાનક બહાર આવ્યાઃ ટ્રમ્પ તરફી કેમ્પ માને છે કે મિડીયા બાયડન તરફી રિપોટીંગ કરે છેઃ વિરૂધ્ધનું દબાવી રાખે છે

૩જી નવેમ્બરે અમેરીકાના પ્રમુખની ચૂંટણી છે ત્યારે જો બાયડન અને તેનો પુત્ર હંટરના કૌભાંડ યુ.એસ. મીડીયામાં પ્રસિધ્ધ થઇ રહયાનું જાણવા મળે છે. હંટરનું જુનુ લેપટોપ એફબીઆઇને હાથ લાગ્યું છે અને એમાં યુક્રેન અને ચીન સાથે નાણાકીંય કીકબેકનીક વિગતો આવી હોવાનું પણ મીડીયામાં ચમકયું છે. ગુગલ ઉપર hunter biden email and laptop search કરવાથી અનેક વિગતો  મળે છે. હંટર બાયડન પાસે કોઇ એવુ કવોલીફીકેશ નથી અને યુક્રેનની એનર્જી  કંપનીમાં સલાહાકાર તરીકે નોકરી અને મહિનાના ૩૦ હજાર ડોલર પગાર મળતુ હોવાનું પ્રસિધ્ધ થયું છે. જો કે ટ્રમ્પનું પ્રચારતંત્ર બરાબર પાછળ લાગી ગયાનું પણ ચર્ચાય છે. 'પોલ'માં બાયડન સતત આગળ છે. અત્યાર સુધીમાં પોસ્ટલ બેલેટ અને અર્લી વોટીંગ દ્વારા અમેરીકી પ્રમુખની ચૂંટણી માટે સવા ચાર કરોડથી વધુ મતો પડી ગયા છે.

 એક ચર્ચા મુજબ અમેરીકી મીડીયા પણ એક તરફી થઇ ગયેલ છે. સીએનએન, એબીસી, એનબીસી, સીએનબીસી, સીબીએસ ફેસબુક, ટવીટર પણ એમાં સામેલ હોવાની અને જો બાયડન વિરોધી કોઇપણ વાત કરતા જ નથી અને જો કાંઇ આવે તો દબાવી રાખે છે તેવી પણ ભારે ચર્ચા છે.

(11:29 am IST)