Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મેહબૂબાના નિવેદન પર ભાજપને ઘેરાવ: ટાઈમિંગ પર કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ :ચૂંટણી સમયે કેમ આપી મુક્તિ?

આ એક કરાર છે કારણકે ભાજપ ચૂંટણીમાં બિહાર અંગે વાત કરવા ઉપરાંત બધું જ બોલશે.

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવી અને તિરંગાને લઈને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીની નિવેદનબાજીથી રાજ્ય જ નહિ પરંતુ દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ મુફ્તીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે મુફ્તીના નિવેદનના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બિહાર વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યા છે.અને ચૂંટણી રેલીઓમાં કાશ્મીરની પણ દમદાર ચર્ચા થઇ રહી છે.

   સુરજેવાલાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે તે કોઈના સહયોગી હતા? તેઓ આ સમયે કેમ મુક્ત કરવામાં આવ્યા જયારે ચૂંટણી ચાલી રહી છે. આ એક કરાર છે કારણકે ભાજપ  આ ચૂંટણીમાં બિહાર અંગે વાત કરવા ઉપરાંત બધું જ બોલશે. તો સાથે સુરજેવાલાએ મહેબૂબા પર પણ નિશાન સાધ્યું છે  સુરજેવાલાએ કહ્યું કે ઉફતીએ હંમેશા પાકિસ્તાનનો આભાર માન્યો છે.

(8:37 am IST)