Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભારતીય રેલ્‍વેમાં નોકરીના દ્વાર ખુલ્‍યાઃ 3093 જગ્‍યાઓ માટે 20 ઓક્‍ટોબર સુધીમાં અરજદારો અરજી કરી શકશે

ધો.10 પાસ અને આઇટીઆઇ પાસ છાત્રો અરજી કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં નોકરી કરવાનું જે યુવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારી તક છે. આ (Indian Railway Recruitment 2021) માટે રેલવે ભરતી સેલ, ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસના પદ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પોસ્ટ્સ (Indian Railway Recruitment 2021) માટે અરજી કરવા ઈચ્છે છે. તે Indian Railway ની સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર જઈને અરજી કરી શકે છે. આ પદો  (Indian Railway Recruitment 2021) પર અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર,2021 છે.

આ સિવાય ઉમેદવારો સીધી આ લિંક http://www.rrcnr.org/Default.aspx પર ક્લિક કરીને આ પદો (Indian Railway Recruitment 2021) માટે આવેદન કરી શકે છે. સાથે આ લિંક http://www.rrcnr.org/rrcnr_pdf/Apprentice2021/Act ના મારફતે  સત્તાવાર નોટિફિકેશન  (Indian Railway Recruitment 2021) જોઈ શકો છો. આ ભરતી  (Indian Railway Recruitment 2021) આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 3093 જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ:

અરજી કરવાની શરૂઆતની તારીખ- 20 સપ્ટેમ્બર

અરજી કરવાની છેલ્લી તારીખ- 20 ઓક્ટોબર

માટે ખાલી જગ્યાની વિગતો:

પદની કુલ સંખ્યા - 3093

લાયકાત:

ઉમેદવારે કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી ITI પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા:

ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ.

(4:19 pm IST)