Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શ્રીલંકાના પ્રાઈમ મિનિસ્ટર મહિન્દ્ર રાજપક્ષા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે 26 સપ્ટે.ના રોજ વર્ચ્યુઅલ મિટિંગ : બંને દેશો વચ્ચે સંરક્ષણ તથા સલામતી મુદ્દે ચર્ચા થશે

ન્યુદિલ્હી : આગામી 26 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના પ્રાઈમ મિનિસ્ટર મહિન્દ્ર રાજપક્ષા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ મીટીંગનું આયોજન કરાયું છે.
આ મિટિંગમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ તથા સલામતી મુદ્દે ચર્ચા થશે .
મીટીંગનું આયોજન શ્રીલંકાના નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટરને 6 ઓગસ્ટના રોજ ભારતના વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે નક્કી કરાયું હતું.જે અંતર્ગત  નવનિયુક્ત શ્રીલંકન સરકાર સાથે સંરક્ષણ ,આર્થિક સમજૂતી ,સામાજિક આદાનપ્રદાન ,શિક્ષણ ,સેવા ,ટુરિઝમ ,સહિતની બાબતે દ્વિપક્ષી વાટાઘાટ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)