Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

હેન્ડપંપમાંથી પાણીને બદલે નીકળી છે દારૃઃ બુટલેગરે કરી છે કારીગરી

ભોપાલ, તા.૨૪: મધ્ય પ્રદેશના દતિયા વિસ્તારમાં એક ખેતરના હેન્ડ પંપમાંથી શરાબ નીકળતો જોઇને ગ્રામ લોકોને નવાઇ લાગી હતી. પરંતુ પોલીસ અને આબકારી જકાત વિભાગ પાસે પાકી બાતમી હતી કે આ હેન્ડપંપની નીચે ભૂગર્ભમાં દારુ - શરાબ સંતાડેલો હતો.

આબકારી જકાત વિભાગે જમીનમાં સંતાડેલા શરાબનો પુરવઠો બહાર કાઢવા નાનકડા હેન્ડ પંપનો આશ્રય લીધો હતો. તેમની સાથે પોલીસ ટુકડી પણ હતી કારણ કે ગેરકાયદે શરાબ બનાવનારા જકાત વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી બેસે એવી ભીતિ હતી. પોલીસે છ જણની ધરપકડ કરી હતી.

આબકારી જકાતે આ શરાબ ઉપરાંત દેશી શરાબ બનાવવાની પાંચેક લાખ રૂપિયાની કાચી સામગ્રી જેવી કે સડેલો ગોળ, મહુડો, નવસાર વગેરે ઝડપી લીધી હતી. પોલીસ પ્રવકતાએ કહ્યું હતું કે જમીનની ભીતર સેંકડો લીટર દેશી શરાબ સંતાડેલો હતો.આ પ્રસંગે જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ જૈન પણ હાજર હતાં અને તેમણે અહીંના બાળકોને સમજાવ્યાં હતાં કે તેમણે ભણવું જોઇએ. તેમને ભણવા માટે પૂરતી સગવડો સરકાર આપશે.

(4:41 pm IST)