Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભારત બાયોટેકે અમેરિકન યુનિ. સાથે કરાર કર્યા ઇન્જેક્શન વગર નાકમાં આપશે વેક્સીનના ટીપા

વેક્સીનના પહેલા ચરણના પરીક્ષણ વોશિંગટન યુનિ.માં થશે.

નવી દિલ્હી : કોરોના વેક્સીન ક્યારે આમ આદમી સુધી પહોંચશે તેનો અંદાજ આવતો નથી. અટકળો વચ્ચે ભારતીય કંપની ભારત બાયોટેકએ રાહતના સમાચાર આપ્યા છે. કંપની કોરોના વેક્સીન બનાવવા તરફ મજબુતીથી આગળ વધી રહી હોવાની માહિતી મળી રહી છે. ભારત બાયોટેકે અમેરિકાના સેંટ લુઈસમાં વાશિંગટન યૂનિવર્સિટીના સ્કૂલ ઑફ મેડિસિનની સાથે કોવિડ-19 ની વેક્સીન માટે એક કરાર કર્યા છે. આ કરારના આધારે ભારત બાયોટેક અમેરિકા, જાપાન અને યૂરોપને છોડીને તમામ બજારોમાં કોરોના વેક્સીન અંગેના અધિકાર રહેશે.

. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ રહેલી વેક્સીનના પહેલા ચરણના પરીક્ષણ વોશિંગટન યુનિ.માં થશે. નિયામક મંજૂરીઓ બાદ અન્ય ચરણોના પરીક્ષણ ભારતમાં પણ થશે. હૈદરાબાદના જીનોમ વૈલીમાં સ્થિત યૂનિટમાં કોરોના વેક્સીનના નિર્માણનું કાર્ય થશે.

 આ કોરોના રસી ઇન્જેક્શનથી નહિ પણ તેનો એક ડ્રોપ પીડિતના નાકમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. ભારત બાયોટેક દ્વારા intranasal (નાક દ્વારા આપનાર ) વેક્સીન બનવાઈ રહી છે. આ વેક્સીન એ માટે વધુ સારી માનવામાં આવે છે કે તેમાં સિરીંજ સહિતના ખર્ચ ઘટવા સાથે સલામતીનો દર પણ ઊંચો રહશે. માન્યતા બાદ એક અબજ ડોઝ તૈયાર કરવા કંપની તૈયારી કરી રહી છે.તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. અમેરિકા, જાપાન અને યૂરોપને છોડીને તમામ દેશોમાં વિતરણ ઉપર ભારત બાયોટેકના અધિકાર રહેશે.

(1:05 pm IST)