Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સેન્સેક્સનો ૪૬૨, નિફ્ટી ૧૪૩ પોઈન્ટનો કૂદકો

સપ્તાહના છેલ્લા કારોબાર દિવસે બજારમાં તેજી : ભારતીય રૂપિયો ડોલર સામે ઘટી રૂપિયા ૭૮.૩૪ થયો

મુંબઈ, તા.૨૪ : નિફ્ટી ઈન્ડેક્સ ૧૪૨.૬૦ પોઈન્ટ વધીને ૧૫૬૯૯.૨૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ પણ ૪૬૨.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ ૫૨૭૨૭.૯૮ પર બંધ થયો હતો.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર લીલા નિશાન પર બંધ થયું હતું. નિફ્ટી ઈન્ડેક્સ ૧૪૨.૬૦ પોઈન્ટ વધીને ૧૫૬૯૯.૨૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ પણ ૪૬૨.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ ૫૨૭૨૭.૯૮ પર બંધ થયો હતો.

શુક્રવારે, ભારતીય રૂપિયો ડોલર સામે નજીવો ઘટીને રૂ. ૭૮.૩૧ થી રૂ. ૭૮.૩૪ થયો છે.

શુક્રવારે, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી મોબાઇલ ગેમિંગ કંપની નઝારા ટેકના શેરમાં બજારમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નઝારા ટેકના શેર શુક્રવારે એક્સ-બોનસ તરીકે ટ્રેડ થઈ રહ્યા હતા, જેના કારણે કંપનીના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નઝારા ટેકના શેરમાં અત્યાર સુધીમાં ૪૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

 

(8:00 pm IST)