Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

બાળકીએ ભાઈને પાણીને બદલે ડિઝલ પિવડાવતાં મોત

નોઈડાની એક હદયદ્રાવક ઘટના : ભાઈ રડવા માંડતા બહેને બાજુમાં પડેલી બોટલ ઉઠાવી અને પાણી પીવડાવા લાગી હકીકતમાં તેમાં ડિઝલ હતું

નોઈડા, તા.૨૪ : નોઈડાથી એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક ૪ વર્ષની માસૂમ બાળકીએ પોતાના ૮ મહીનાના નાના ભાઈને પાણી સમજીને ડીઝલ પીવડાવી દીધું હતું. જેનાથી માસૂમનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના નોઈડાના સેક્ટર ૬૩ વિસ્તારના છિજારસી ગામની છે.

પીડિત પરિવાર મૂળ રૂપે હરદોઈનો રહેવાસી છે પરંતુ તેઓ લાંબા સમયથી છિજારસી ગામમાં રહી રહ્યા છે. આ ઘટના ગયા સોમવારે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિવારના બધા લોકો ઘર પર જ હાજર હતા. અચાનક ૮ મહીનાનો માસૂમ રડવા લાગ્યો હતો.

ભાઈને રડતો જોઈ બહેને બાજુમાં પડેલી બોટલ ઉઠાવી અને પાણી પીવડાવા લાગી. બાળકીને ખબર નહોતી કે, તે બોટલમાં પાણી નથી ડીઝલ છે.

ડીઝલ પીતા જ માસૂમ જોર-જોરથી રડવા લાગ્યો હતો. બધા ઘરવાળા માસૂમ બાળક પાસે પહોંચ્યા તો તેમને જાણવા મળ્યું કે, બાળકીએ પાણીના બદલે માસૂમને ડીઝલ પાવડાવી દીધું છે. તરત જ પરિવાર માસૂમને હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું. માહિતી આપતાં કોતવાલી સેક્ટર ૬૩એ જણાવ્યું કે, સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ૪ વર્ષની બહેને બોટલમાં રાખેલા ડીઝલને પાણી સમજીને પોતાના ભાઈને પીવડાવી દીધું હતું. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો છે અને આગળની કાર્યવાહી ચાલું છે.

 

(7:54 pm IST)