Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ચાઈનીઝ વિઝા કૌભાંડ :12 જુલાઈ સુધી કાર્તિ ચિદમ્બરમની ધરપકડ નહીં થાય : દિલ્હી હાઈકોર્ટમાં ED ની ખાત્રી : ચિદમ્બરમ પર 50 લાખ રૂપિયાના બદલામાં 50 ચીની નાગરિકોને વિઝા આપવાનો આરોપ છે : આગામી સુનાવણી 12 જુલાઈના રોજ

ન્યુદિલ્હી : ચિદમ્બરમ પર 50 ચીની નાગરિકોની વિઝા અરજીઓને સરળ બનાવવાનો અને તેના બદલામાં લગભગ 50 લાખ રૂપિયા મેળવવાનો આરોપ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે 12 જુલાઈ સુધી કથિત ચીની વિઝા કૌભાંડ સંબંધિત કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરશે નહીં.

એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) એસવી રાજુ EDવતી હાજર થયા હતા અને કોર્ટને ઉપરોક્ત ખાતરી આપી હતી.
 
ત્યારબાદ જસ્ટિસ જસમીત સિંહે EDને આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હવે આ કેસની સુનાવણી 12 જુલાઈએ થશે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:30 pm IST)