Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

દર્દી સૂઇ જાય ત્યારે કેન્સરના કોષો પોતાનું કામ કરે છેઃ વધુ ઝડપથી રીસર્ચરોનું તારણ

નવી દિલ્હીઃ  રીસર્ચરોએ શોધ્યુ છે કે લોકો જયારે આરામ કરતા હોય છે ત્યારે બ્રેસ્ટ કેન્સરના કોષો વ્યકિતના લોહીમાં વધુ ઝડપથી ભળતા હોય છે. આ શોધ બહુ મહત્વની એટલે છે કે જયારે કેન્સરની ગાંઠમાંથી કેન્સરના કોષો લોહીમાં ભળીને નવી જગ્યાએ પોતાનો અડ્ડો બનાવે છે ત્યારે તે અસાધ્ય બની જાય છે. આ પ્રક્રિયાને મેટાસ્ટેસીસ કહેવામાં આવે છે.આનો અર્થ એ નથી કે બ્રેસ્ટ કેન્સરના દર્દીએ સુવું નહી કેમ કે તે વધારે ખતરનાક છે. પણ આ શોધથી ડોકટરો આવા કોષોની હિલચાલને વધુ સારી રીતે સમજી શકશે. કેન્સર બાયોલોજીસ્ટ ચી વાન ડેંગ કરે છે કે આનાથી પહેલો પાઠ એ મળે છે કે દિવસના સમયે લીધેલા બ્લડ સેમ્પલ ગેરમાર્ગે દોરનારા હોઇ શકે છે.

(3:55 pm IST)