Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગુજરાતભરમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સંગઠનને મજબુત બનાવાશેઃ અનિલભાઇ દેસાઇ

અનિલભાઇની નિમણુંકથી સંગઠનની તાકાત વધશેઃ બાર એસો. પ્રમુખ અર્જુન પટેલ : અનિલભાઇના નેતૃત્‍વમાં સંગઠનમાં પારદર્શિતા જળવાઇ રહેશેઃ પિયુષભાઇ શાહ : પ્રદેશ ભાજપ લીગલ સેલમાં નિમાયેલ અનિલભાઇ નીમાતા વકીલો ખુશખુશાલ : સંગઠનને મજબુત બનાવવા તાલુકા જીલ્લા કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે

રાજકોટ :.. ગુજરાત પ્રદેશ લીગલ સેલમાં સહસંયોજક તરીકે નિમાયેલ અનિલભાઇ દેસાઇ આજે ‘અકિલા' ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તસ્‍વીરમાં આજે અકિલાના આંગણે ધાર્મિક કાર્યક્રમ હોય તેના દર્શનનો પણ લાભ લીધો હતો. તસ્‍વીરોમાં ગાંધીધામના પૂ. શ્રીરામ મહારાજ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમિષભાઇ ગણાત્રા, સુનિલભાઇ રાયચુરા, સાથે બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, સરકારી વકીલ રક્ષિત કલોલા, મનિષભાઇ રાડીયા, નયનભાઇ વ્‍યાસ તથા પરિવારજનો સ્‍નેહીજનો દર્શાય છે. (તસ્‍વીરો : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ર૪ :.. ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલમાં પ્રદેશ કક્ષાએ સહ સંયોજક તરીકે નિમાયેલ એડવોકેટ અનિલભાઇ દેસાઇએ ‘અકિલા' સાથેની શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન જણાવ્‍યું હતું કે, પક્ષ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે. ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દરેક તાલુકા-જીલ્લા કક્ષાએ ભાજપ લીગલ સેલનો વ્‍યાપ વધે અને સીનીયર - જૂનીયર વકીલો પાર્ટીની વિચાર ધારા સાથે જોડાઇને સંગઠનને મજબુત બનાવી રાષ્‍ટ્ર અને લોકોની સેવા કરતો રહીશ.
વધુમાં અનિલભાઇ જણાવેલ કે, રાષ્‍ટ્રના વિકાસ માટે લોકો સુધી પહોંચવામાં સહાયરૂપ બની આગામી દિવસોમાં જયારે ચૂંટણી નજીક છે. ત્‍યારે પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ દ્વારા અપાતી સુચનાઓ મુજબ મોટી સંખ્‍યામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ તકે રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, લોકશાહી તંત્રમાં સંગઠનએ સૌથી મોટી તાકાત છે. ત્‍યારે અનિલભાઇની પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્‍વીનરપદે નિમણુંક થયેલ હોય, આ સંગઠન વધુ તાકાત સાથે અને નવા કલેવર સાથે મજબુત બનશે.
વધુમાં અર્જુનભાઇ જણાવેલ કે, સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં વકીલાત ક્ષેત્રે લીગલ સેલ સંગઠનને વધુ મજબુત કરવામાં આવશે. અને આ સંગઠનનો વ્‍યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવશે.
‘અકિલા' સાથેની વાતચીતમાં જાણીતા એડવોકેટ અને શહેર ભાજપના પૂર્વ કન્‍વીનર શ્રી પિયુષભાઇ શાહે જણાવ્‍યું હતું કે, ૧૦ વર્ષ સુધી શહેર ભાજપ લીગલ સેલ સાથે રહીને શહેર ભાજપ લીગલ સેલને ખુબ જ મજબુત બનાવેલ છે. હવે જયારે અનિલભાઇની પ્રદેશ કક્ષાએ નિમણુંક થયેલ છે ત્‍યારે સંગઠન વધુ મજબુત બનશે. અને સંગઠનમાં પારદર્શિતા તેમજ પ્રમાણીકતા અને નીતીમતાના ધોરણો જળવાઇ રહેશે.
વધુમાં શ્રી પિયુષભાઇ શાહે જણાવેલ કે, સંગઠનમાં સારૂ વ્‍યકિતત્‍વ અને નવા વિચારો આવે ત્‍યારે લોકોનો વિશ્વાસ વધશે  અને તેઓ ભયમુકત - ભ્રષ્‍ટ્રાચાર મુકત લીગલ સેલનું નિર્માણ થશે. અને સમગ્ર સૌરાષ્‍ટ્રના સક્ષમ અને લાયકાત ધરાવતાં લોકો - વકીલો આ પ્રકારના નેતૃત્‍વમાં જોડાવવામાં આગળ આવવાની તક મળશે.
આ મુલાકાત દરમ્‍યાન અનિલભાઇ સાથે બાર.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, રક્ષિત કલોલા વિગેરે સાથે જોડાયા હતાં.
ગુજરાત પ્રદેશ  ભાજપના લીગલ સેલના સંયોજક એડવોકેટ જે.જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વિચાર વિમર્શ કરી તાજેતરમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍યિાના મેમ્‍બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક દિલીપભાઇ પટેલે પાર્ટીના આદેશ અને નિર્ણયોનું પાલન નહી કરતા શિસ્‍તભંગ બદલ બંને સ્‍થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય કરેલ હતો. તેના ભાગરૂપે ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્‍ટ્રના સિનિયર ધારાશાષાી અને રાજકોટ બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ અનિલભાઇ દેસાઇની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુકિતની જાહેરાત કરેલ હતી.
શ્રી દેસાઇ રાજકોટની એ.એમ.પી.લો-કોલેજમાં કાયદાનો અભ્‍યાસ પૂર્ણ કરી રાજકોટના ૧૯૮૪ થી રાજકોટના સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્‍ટ્રિકટ ગવર્નમેન્‍ટ પ્‍લીડર (ડીજીપી) મનુભાઇ શાહના માર્ગદર્શન હેઠળ અને ૧૯૯૧ થી સ્‍વતંત્ર રીતે સિવિલઃ ક્રીમિનલ થી સ્‍વતંત્ર રીતે સિવિલ : ક્રીમિનલ કાયદામાં તેમની ખ્‍યાતિ દિન પ્રતિદિન વધતી હતી.૧૯૯૮માં ગુજરાત સરકારે શ્રી દેસાઇની રાજકોટ જિલ્લામાં ડિસ્‍ટ્રીકટ ગવર્નમેન્‍ટ પ્‍લીડર (ડીજીપી) તરીકે નિયુકિત કરેલી હતી.
શ્રી દેસાઇના આ કાર્યકાળ દરમ્‍યાન અગણિત કેસોમાં આરોપીઓને સજા અપાવેલ હતી અને સેંકડો આરોપીઓની જામીન અરજી નામંજુર કરાવીને આરોપીઓને કારાવાસમાં મોકલી આપવામાં આવ્‍યા હતા. શ્રી દેસાઇએ ર૦૦૩ સુધી આ જવાબદારી સૂપેરે નીભાવી હતી અને શ્રી દેસાઇની કાર્યદક્ષતાઃ નિષ્‍ઠાઃ પ્રામાણિકતા અને સાતત્‍યપૂર્ણ કામગીરીના કારણે જ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ચકચારી કેસોમાં સ્‍પેશ્‍યલ પી.પી. તરીકે તેઓની નિયુકિત અગણિત કેસોમાં થતી રહે છે.
શ્રી દેસાઇ છેલ્લા ૩૦ વર્ષથી લોકસભાની વિધાનસભાની અને મ્‍યુનિસિપલ કોર્પોેરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કન્‍ટ્રોલ રૂમમાં વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે.
શ્રી દેસાઇ રાજકોટની અનેક વિધ સામાજિકઃ શૈક્ષણિક, સેવાકીય સંસ્‍થાઓ, કોર્પોરેશન, બોર્ડ-નિગમો, બેંકો, કંપનીઓ સહિત અનેક કંપનીઓના એડવોકેટ તરીકે કાર્યરત છે. શ્રી દેસાઇની નિયુકિત બદલ ભાજપના રાજયસભામાં સાંસદશ્રી રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારિયા રાજકોટના ધારાસભ્‍ય શ્રીઓ ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલ, ગુજરાત સરકારના પ્રધાન અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવેલ છે.
સદર નિમણુંક થયા બાદ ગત તારીખ રર-૬-ર૦૧૯ ને ગુરૂવારના રોજ ભારતીય જનતા પાર્ટીના નિર્ધારિત સમય એટલે કે વિજય મુહર્ત બાર વાગ્‍યે ૩૯ મિનિટે કોર્ટમાં અનિલભાઇ દેસાઇની નિમણુંકને આવકારવા માટે સમગ્ર વકીલોમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તે કાર્યક્રમમાં લગભગ ર૦૦ થી ૩૦૦ જેવા ખુબ મોટી સંખ્‍યામાં તમામ સિનિયર તથા સિનિયર વકીલો.
ઉપસ્‍થિત રહી ઢોલ-નગારા સાથે ખુબ મોટી સંખ્‍યામાં ફટાકડા ફોડીને કોટલા તમામ લોકોને મીઠા મોઢા કરાવીને સહર્ષ વધાવી લેવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર કોર્ટ સંકુલમાં ખૂબ આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ જોવા મળે અને આ વાતાવરણ વચ્‍ચે રાજકોટ બાર એસોસીએશનની નીચે આવેલ બીજા અન્‍ય તમામ બાર એસોસીએશન ઓફ પણ આ સન્‍માન અને સ્‍વાગતના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલ અને આ કાર્યક્રમના અંતમાં રાજકોટ બાર એસોસિએશનના રૂમમાં રાજકોટ બાર એસોસીએશનની બોડી દ્વારા  અનિલભાઇ દેસાઇનું સન્‍માન કરવામાં આવેલ અને વિધિવત રાજકોટ બારના પ્રમુખ દ્વારા શ્રી અર્જુન પટેલ આ નિમણુંકને વધાવી લઇ તેઓનું સન્‍માન કરેલ અને એવું જણાવેલ કે હવે એક ખુબ જ યોગ્‍ય વ્‍યકિત ખૂબ મોટા હોદ્દા પર આવેલ હોય રાજકોટના નાના વકીલોના પ્રશ્નો પ્રત્‍યે વાચા આપવામાં આવશે અને પ્રશ્નોનું નિરાકરણ થશે તે સિવાય પણ હોદ્દેદારો અને હોદ્દેદારો દ્વારા પણ અનિલભાઇ દેસાઇનું સન્‍માન કરવામાં આવેલ આ કાર્યક્રમ પૂરો થયા બાદ અનિલભાઇ દેસાઇ દ્વારા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના કરણપરા ખાતે આવેલ કાર્યાલયની મુલાકાત લઇ પ્રમુખ કમલેશભાઇ મીરાણીની શુભેચ્‍છા મુલાકાત લીધી અને ત્‍યારબાદ રાજકોટના જાણીતા અને માનીતા એવા સાંસદ રામભાઇ મોકલ્‍યા અને લોકલાડીલા ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલની પણ શુભેચ્‍છા મુલાકાત લીધી અને તેઓએ પણ સદર નિમણુંકને સહર્ષ વધાવી લીધેલ અને શુભેચ્‍છાઓ પાઠવતા એવું જણાવેલ કે પાર્ટી દ્વારા ખુબ મોટી જવાબદારી આપના ખભા પર આપના પર વિશ્વાસ રાખી અને સોંપવામાં આવેલ છે અને અમને ભરોસો છે કે આપ આ જવાબદારી ખુબ જ સરસ રીતે નિભાવશો અને ભારતીય જનતા પાર્ટીનો વ્‍યાપ વધે અને વકીલોમાં પ્રશંસા થાય તેવી કામગીરી આપ સુપેરે કરશો તેવો મત વ્‍યકત કરેલ હતો.

 

(3:44 pm IST)