Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ખાદ્ય તેલ થશે સસ્તું :સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી મુક્તિ આપતી મોદી સરકાર

કેન્દ્ર સરકારે સોયાબિન અને સનફ્લાવર તેલ પરની કસ્ટમ ડ્યુટી અને એગ્રી સેસ જતો કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. દેશમા મોટાભાગના ખાદ્ય તેલ સસ્તા થઈ રહ્યાં છે ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે બે મહત્વના તેલ સોયાબિન અને સનફ્લાવર તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસ જતી કરી દીધી છે. સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાંથી આવતા સોયાબિન અને સનફ્લાવર પર કોઈ ટેક્સ નહીં લાગે આને કારણે ઘરેલુ મોરચે બન્ને તેલ સસ્તા થઈ જશે.

નોટિફિકેશનમાં એવું પણ જણાવાયું હતું કે 20 લાખ મેટ્રિક ટન સોયાબિન અને સનફ્લાવરની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસને માર્ચ 2024 સુધી મુક્તિ આપવામાં આવી છે. 

સરળ શબ્દોમાં કહીએ તો સરકારે માર્ચ 2024 સુધી સોયાબિન અને સનફ્લાવરની આયાત ડ્યુટી માફ કરી દીધી છે આને કારણે બન્ને તેલના ભાવમાં ઘટાડો આવશે. 

(11:59 pm IST)