Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સરકારી જમીન પરના મદરેસાના બાંધકામને હટાવવા સુરત મ્યુનિ.કોર્પો.નો આદેશ : કોર્પોરેશનના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેરે આપેલા આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. આ આદેશમાં સરકારી જમીન પર બનેલા કહેવાતા મદરેસાને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

કાર્યપાલક ઈજનેરે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આધારે મદરેસાને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ એ વાય કોગજેએ જણાવ્યું હતું કે, “કોર્ટના અભિપ્રાયમાં શૈક્ષણિક સંસ્થાના વાસ્તવિક સંચાલનના સંદર્ભમાં રેકોર્ડ પર કોઈ પુરાવાની ગેરહાજરીમાં અને શૈક્ષણિક સંસ્થા ચલાવવાની કોઈપણ પરવાનગી અથવા શૈક્ષણિક સંસ્થાના બાંધકામ માટેની પરવાનગી વિના પરિસરનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કોર્ટ ચાલુ પ્રક્રિયામાં દખલ કરવાનું વલણ ધરાવતી નથી.

રાજ્ય સત્તામંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા નામદાર કોર્ટે ઇન્કાર કરી પ્રતિવાદીની અરજી ફગાવી દીધી હતું.તેવું એલ.એલ.એચ દ્વારા જાણવા મળે છે.

 

(7:48 pm IST)