Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

નિતિન ગડકરીના પૌત્ર નિનાદનો ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ

ગડકરી પરિવારના સંસ્કારો અને નિનાદના લોકો કરી રહ્યા છે વખાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીના તેમના કામના કારણે અવારનવાર વખાણ થતા જ હોય છે. પણ હવે તેમના પૈસા નિનાદ પણ તેમના પગલે ચાલતા દેખાઇ રહ્યા છે. ગડકરીના પૌત્રનો એક ફોટો હાલમાં સોશ્યલ મીડીયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. જે કોઇ આ ફોટો જુએ છે. તે એમ કહે છે કે આવા સંસ્કાર દરેક બાળકમાં હોય.

આ ફોટો ગડકરી પરિવારમાં થયેલ એક કાર્યક્રમનો છે. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ સામેલ થયા હતા. રાજનાથસિંહ જયારે ગડકરીના ઘરે પહોચ્યા તો નિનાદે તેમના પગલે પોતાનું માથુ અડાડીને પ્રણામ કર્યા. નિનાદને આ મુદ્રામાં પ્રણામ કરતા જોઇને રાજનાથસિંહ દંગ થઇ ગયા અને તરત તેને ઉઠાવી લીધો.

આ તસ્વીર પર ટવીટ કરતા એક વ્યકિતએ લખ્યુ કે મોટા ભાગના છોકરાઓ હતા. બગડેલા જ જોવા મળે છે. પણ ગડકરીના પૌત્રના સંસ્કાર જોઇને દિલ ખુશ થઇ ગયુ઼ આ જ છે ભારતીય પરંપરા.

(3:46 pm IST)