Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પાકિસ્‍તાનમાં રાજકીય ધમાસાણ વધ્‍યુઃ કાલે ઇમરાનની ઇસ્‍લામાબાદ સુધીની રેલી

જીવનના બલીદાન માટે પણ તૈયાર રહે જોઃ ઇમરાને પાર્ટીની ટીમને જણાવ્‍યું

પેશાવર તા. ર૪ :.. પાકિસ્‍તાનના પૂર્વ પીએમ ઇમરાને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી પીટીઆઇનો ઇસ્‍લામાબાદ સુધી લાંબી રેલી કાલે બુધવારથી શરૂ થશે. જેમાં નેશનલ એસેમ્‍બલી ભંગ કરવા અને ચૂંટણીની તારીખની ઘોષણાની માંગ કરાશે.

રવિવારે મળેલ પાર્ટીની કોર કમીટીની બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ઇમરાન કાલે બપોરે ઇસ્‍લામાબાદમાં શ્રીનગર હાઇવે ઉપર લોકોને મળનાર છે. ઇમરાને વધુમાં જણાવેલ કે, હું ઇચ્‍છુ છું કે દરેક ક્ષેત્રના લોકો રેલીમાં જોડાય કેમ કે આ જહોદ છે રાજકારણ નહી. હું મહિલાઓને પણ જોડાવા આમંત્રીત કરૂ છું. મે નિર્ણય કર્યો છે અને આખી મારી ટીમને પણ જીવનના બલીદાન માટે તૈયાર રહેવા કહ્યું છે.

(1:56 pm IST)