Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મારા સસરાએ મારા પર બળાત્કાર કરી મને ગર્ભ રાખી દીધો છે : મને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપો : ગ્વાલિયર હાઇકોર્ટમાં પુત્રવધુની અરજી : ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના જૈવિક પિતા તેના સસરા છે તેવી એફિડેવિટ આપવા કોર્ટની સૂચના : 26 મેના રોજ સુનાવણી

ગ્વાલિયર : બળાત્કાર પીડિત મહિલાએ ગ્વાલિયરની હાઈકોર્ટ બેંચમાં અરજી દાખલ કરી છે અને આ અરજીમાં તેણે ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી છે. પીડિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તે બળાત્કારને કારણે ગર્ભવતી બની હતી અને તેના આધારે તે ગર્ભપાત કરાવવા માંગે છે. મહિલાએ અરજીમાં કહ્યું છે કે તેના સસરા દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

હવે મહિલાનો આરોપ છે કે 13 ફેબ્રુઆરી 2022ના રોજ તેના સસરાએ તેની સાથે રેપ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિત મહિલાએ તેના સાસરિયાના આ કૃત્યની વાત તેના પતિને કરી હતી, પરંતુ પતિએ ધ્યાન આપ્યું ન હતું.

તેના પર કોર્ટે મહિલાને એફિડેવિટમાં જણાવવા કહ્યું છે કે તેના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના જૈવિક પિતા તેના સસરા છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો બાળક સસરાનું નહીં હોય તો ફરિયાદી સામે તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે અને હત્યાનો કેસ પણ શરૂ કરવામાં આવશે. આ મામલાની આગામી સુનાવણી 26 મેના રોજ થશે.

હકીકતમાં, ઉત્તર પ્રદેશના જાલૌનની રહેવાસી પીડિત મહિલાના લગ્ન 30 જૂન, 2021ના રોજ માલનપુરના એક યુવક સાથે થયા હતા. હવે મહિલાનો આરોપ છે કે 13 ફેબ્રુઆરી 2022ના રોજ તેના સસરાએ તેની સાથે રેપ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિત મહિલાએ તેના સસરાના આ કૃત્યની વાત તેના પતિને કરી હતી, પરંતુ પતિએ મામલો ઉઠાવ્યો નહોતો.

આ પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને તેના સસરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ઘટનાના થોડા દિવસો બાદ પીડિતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેણે તેના પરિવારજનોને આ વાતની જાણ કરી. થોડા મહિનાઓ બાદ મહિલાના પરિવારજનોએ ગર્ભપાત માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)