Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પૃથ્વી પરનું જીવન અવકાશમાંથી આવ્યુંહતું: વૈજ્ઞાનિકોને મળ્યા સ્પષ્ટ સંકેતો: જીવન માટે જરૂરી પાંચ તત્વો ઉલ્કાપિંડોમાંથી મળી આવ્યા 6 કોલમ 2લાઈન

આ વખતે, ઉલ્કાઓની તપાસ કરવા માટે, વૈજ્ઞાનિકોએ પહેલા કરતા અલગ પદ્ધતિ અપનાવી 24 પોઇન્ટ 1 લાઈન

અત્યાર સુધીના ત્રણ ઉલ્કાપિંડના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે એવા રસાયણો આ ઉલ્કાઓ દ્વારા પૃથ્વી પર આવ્યા, જે માનવ જીવનના વિકાસ માટે જરૂરી હતા.  વૈજ્ઞાનિકોએ અગાઉ જાણ્યું હતું કે ડીએનએની રચના માટે જરૂરી પાંચ રસાયણોમાંથી ત્રણ આ ઉલ્કાઓમાં હાજર છે.  આ સાથે, સજીવો અને આરએનએ માટે જરૂરી આનુવંશિક સૂચનાઓ એટલે કે જનીનો-જીન્સ ની પ્રવૃત્તિઓ માટે જરૂરી એવા પદાર્થો, આ ઉલ્કાઓમાંથી મળી આવ્યા હતા.  હવે સંશોધકોએ કહ્યું છે કે હવે તેમને અંતિમ બે રસાયણો પણ મળી આવ્યા છે.

આ વખતે, ઉલ્કાઓની તપાસ કરવા માટે, વૈજ્ઞાનિકોએ પહેલા કરતા અલગ પદ્ધતિ અપનાવી.  આ વખતે તે વધુ સંવેદનશીલ હતા અને તેણે ખૂબ જ આકરા એસિડ અથવા ગરમ પ્રવાહીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. 

જાપાનની હોકાઈડો યુનિવર્સિટીના એસ્ટ્રોકેમિસ્ટ યાસુહિરો ઓબા કહે છે કે ન્યુક્લિયોબેસિસ નામના આ પાંચ તત્વોને કાઢવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી.  ન્યુક્લિયોબેસિસ એ નાઇટ્રોજનયુક્ત સંયોજન છે જે ડીએનએની રચના માટે જરૂરી છે. યાસુહિરો ઓબા આ અભ્યાસના મુખ્ય સંશોધક છે.

આ અભ્યાસ નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયો છે.  સંશોધનના સહ-લેખક ડેની ગ્લેવિન, જે નાસાના ગાડાર્ડ ફ્લાઇટ સેન્ટરમાં કામ કરે છે, કહે છે કે આવા ન્યુક્લિયોબેઝ બાહ્ય અવકાશમાંથી આવ્યા હતા, જે જીવનની શરૂઆત માટે જરૂરી હતા - આની પુષ્ટિ એ સિદ્ધાંતનું અનુમોદન કરે છે કે જીવન માટે જરૂરી તત્વો બહારથી આવ્યા હતા.  પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈ તેની વધુ સારી સમજ માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે. 

એટલે કે, એવી કઈ ઘટનાઓ સર્જાઇ હતી જેના કારણે રાસાયણિક પ્રતિક્રિયાઓ થઈ જેણે જીવનની શરૂઆત કરી અને જીવંત જીવાણુઓ બનાવ્યા જે પ્રજનન કરી શકે.  ડીએનએ અને આરએનએની રચના એ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું હતું, કારણ કે તેઓ સજીવોની શારીરિક પ્રવૃત્તિઓનું નિયમન કરે છે.

ગ્લેવિન સમજાવે છે, 'પૃથ્વી પર જીવનની શરૂઆત તરફ દોરી જતા રાસાયણિક પગલાં વિશે હજુ ઘણું શીખવાનું બાકી છે.  આ સંશોધન રાસાયણિક સંયોજનોની સૂચિમાં તેવા તત્વો ઉમેરે છે જે પૃથ્વીના પ્રારંભિક સમયમાં, એટલે કે જીવનની ઉત્પત્તિ પહેલા હાજર હોઈ શકે છે.

સંશોધકોએ ત્રણ અલગ અલગ ઉલ્કાઓનો અભ્યાસ કર્યો છે. જેમનો એક અમેરિકાના કેન્ટુકી રાજ્યના મુરેમાં ૧૯૫૦માં એક પડ્યો હતો.

 બીજો ૧૯૬૯માં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના મુર્ચિસન શહેરમાં પડ્યો હતો.  અને ત્રીજો એક વર્ષ ૨૦૦૦ માં કેનેડિયન રાજ્ય બ્રિટિશ કોલંબિયામાં પડ્યો.  આ ત્રણને કેબરનેશિયન કોન્ડ્રાઈટ્સ કહેવામાં આવે છે.  આ એવી સામગ્રીથી બનેલી છે જે સૂર્યમંડળની રચનાના પ્રારંભિક તબક્કામાં બની હોવાનું માનવામાં આવે છે.  ગ્લેવિન કહે છે, 'ત્રણેય ઉલ્કાઓમાં કાર્બનિક મોલેક્યુલ-અણુઓનું મિશ્રણ ખૂબ જટિલ છે.

મોટાભાગનાની હજુ સુધી ઓળખ થઈ નથી.પૃથ્વીની રચના ૪.૫ અબજ વર્ષો પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે.  તેમના પ્રારંભકાળમાં, ઉલ્કાઓ, ધૂમકેતુઓ અને અન્ય પિંડો પૃથ્વી પર વરસતા હતા.  અહીં જીવનની શરૂઆત સૂક્ષ્મજીવાણુઓ તરીકે થઈ હતી, જે સમુદ્રમાં જન્મ્યા હતા.  તેમની ઉંમર ૩.૫ અબજ વર્ષ હોવાનો અંદાજ છે, જે પૃથ્વી પર જીવનની પ્રથમ નિશાની મનાય  છે.  નવી શોધ વિશે ઓબા કહે છે, 'આ પરિણામો પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશે કોઈ સીધી માહિતી પ્રદાન કરી શકશે નહીં, પરંતુ હું માનું છું કે તેઓ જીવનની શરૂઆત પહેલાં પૃથ્વી પર અસ્તિત્વમાં રહેલા કાર્બનિક પરમાણુઓ વિશેની અમારી સમજને વધારી શકે છે.'

(11:36 am IST)