Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હોટલમાં ૪૦ વર્ષીય ગર્લફ્રેન્‍ડ સાથે સેક્‍સ દરમિયાન ૬૧ વર્ષના વૃધ્‍ધનું મોત થયું

સેક્‍સ દરમિયાન પુરૂષ અચાનક ઉત્તેજિત થઈને બેભાન થઈ ગયો જેના કારણે તેનું મૃત્‍યુ થયું

મુંબઈ તા. ૨૪ : મુંબઈની એક હોટલમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે સવારે અહીંની એક હોટલમાં એક ૬૧ વર્ષીય વ્‍યક્‍તિ તેના પાર્ટનર સાથે સેક્‍સ કરતી વખતે બેહોશ થઈ ગયો હતો. બાદમાં તેને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો જયાં તેનું મોત નીપજયું હતું. પોલીસે જણાવ્‍યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે સેક્‍સ દરમિયાન પુરુષ અચાનક ઉત્તેજિત થઈને બેભાન થઈ ગયો જેના કારણે તેનું મૃત્‍યુ થયું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્‍યું કે, ૬૧ વર્ષીય વ્‍યક્‍તિ સવારે ૧૦ વાગ્‍યે ૪૦ વર્ષીય મહિલા સાથે ઉપનગરીય કુર્લાની એક હોટલમાં પહોંચ્‍યો હતો. અહીં તેણે રૂમ બુક કરાવ્‍યો અને મહિલા સાથે રૂમમાં ગયો. મહિલા વિશે તેણે દાવો કર્યો કે તે તેની ગર્લફ્રેન્‍ડ છે.

હોટલ સ્‍ટાફે જણાવ્‍યું કે રૂમમાં ગયાના થોડા સમય બાદ દોડીને રિસેપ્‍શન પર આવી અને કહ્યું કે તેની સાથે રહેલો વ્‍યક્‍તિ બેહોશ થઈ ગયો છે. તે કંઈપણ જવાબ આપી રહ્યો નથી.

કુર્લા પોલીસ સ્‍ટેશનના અધિકારીએ જણાવ્‍યું હતું કે હોટલના સ્‍ટાફે તાત્‍કાલિક સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી જેઓ વૃદ્ધ વ્‍યક્‍તિને સાયનની સિવિલ બોડીની હોસ્‍પિટલમાં લઈ ગયા હતા, જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં મહિલાને પૂછપરછ માટે કુર્લા પોલીસ સ્‍ટેશન લાવવામાં આવી હતી.

અધિકારીના જણાવ્‍યા અનુસાર આ વ્‍યક્‍તિ વર્લીનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મહિલાએ પોલીસને જણાવ્‍યું કે તે વ્‍યક્‍તિએ રૂમમાં દારૂ પીધો અને તેની સાથે સેક્‍સ માણવાનું શરૂ કર્યું. તે સેક્‍સ કરતા કરતા દારૂ પી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક બેહોશ થઈ ગયો.

અધિકારીએ કહ્યું, ‘પ્રારંભિક માહિતીના આધારે અમે આકસ્‍મિક મૃત્‍યુનો રિપોર્ટ નોંધ્‍યો છે અને મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.' પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેણે સેક્‍સ કરતા પહેલા કોઈ ઉત્તેજક દવા લીધી હતી કે કેમ?

(11:20 am IST)