Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

હોળી પર રાહત : રેલવે દ્વારા નવ ખાસ ટ્રેનો શરૂ કરાઇ છે

પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને નિર્ણય : પૂર્વ મધ્ય રેલવે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે લાખોની સંખ્યામાં પ્રવાસીને હોળીના તહેવાર પર રાહત

નવી દિલ્હી,તા. ૨૪ : હોળીના તહેવાર પર યાત્રીઓના જંગી ધસારાને ધ્યાનમાં લઇને ભારતીય રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા નવ સ્પેશિયલ ટ્રેનોના પરિચાલનની જાહેરાત કરી છે. પૂર્વ અને મધ્ય રેલવે દ્વારા કરવામાં આવેલી નવી વ્યવસ્થાના કારણે લાખોની સંખ્યામાં યા૬ીઓને ખાસ નવી સુવિધા મળી શકશે. યા૬ીઓને સારી સુવિધા મળે તે હેતુસર આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે નવી નવ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે તેમાં આસનસોલ-પટણા હોળી સ્પેશિયલ ટેરેન, હબીબગંજ-પટણા સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ, રાંચી-પટણા હોળી સ્પેશિયલ, હાવડા-રક્સોલ હોળી સ્પેશિયલ, માલદા ટાઉન-આનંદ વિહાર, હોળી સ્પેશિયલ, હાવડા-ગોરખપુર હોળી સ્પેશિયલ કોલકત્તા-છપરા હોળી સ્પેશિયલ , ટાટા-છપરા હોળી સ્પેશિયલ અને સંતરાગાછી-દરભંગા  હોળી સ્પેશિયલનો સમાવેશ થાય છે. રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે યાત્રીઓને તહેવાર દરમિયાન કોઇ તકલીફ ન પડે તે હેતુસર કેટલીક નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો તહેવાર પર પોતાના વતન જાય છે. બિહાર અને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશમાં હોળી પર્વની ઉજવમી સૌથી વદારે થાય છે જેથી આ બાબતને ધ્યાનમાં લઇને નવી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. મોટા ભાગની ટ્રેનો ૨૫મી ફેબ્રુઆરીથી દોડવાની શરૂઆત થઇ જશે. રાંચી-પટણા હોળી સ્પેશિયલ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે રાંચીથી પટણા માટે રવાના થનાર છે. આ ટ્રેન એક માર્ચના દિવસે પટણાથી રાંચી માટે રવાના થશે.

(7:24 pm IST)