Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

હલવા સેરેમની સાથે બજેટ-૨૦૨૧ની તૈયારીઓ શરૂ

કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પ્રથમવાર ડિજિટલ મળશે : પારંપરિક હલવા સેરેમની સાથે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટના ડોક્યુમેન્ટ્સનું સંકલન શરૂ થઈ ગયું છે

નવી દિલ્હી, તા. ૨૪ : બજેટ દસ્તાવેજોના સંકલનની પ્રક્રિયા શનિવારે પારંપરિક હલવા સમારંભના આયોજન સાથે શરૂ થઈ ગઈ. આ સમારંભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયના સીનિયર અધિકારીઓએ ભાગ લીધો.

કોરોના માહામારીને પગલે આ વખતે દર વખતની જેમ દસ્તાવેજો છાપવામાં નહીં આવે. તેના બદલે આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. આ પહેાલ દર વર્ષે હલવા સમારંભના આયોજનથી બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૂ થતું હતું. આ વખતે પહેલી વાર એવું બનશે કે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન નહીં થાય.

નાણા મંત્રાલયે એક સ્ટેટમેન્ટમં કહ્યું કે, 'એક અભૂતપૂર્વ પહેલ અંતર્ગત કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પહેલી વખત ડિજિટલ રીતે લોકોને મળશે. બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે.' આ પ્રસંગે નાણા મંત્રી સીતારમણે યુનિયન બજેટ મોબાઈલ એપ પણ રજૂ કરી, જેથી સંસદ તેમજ સામાન્ય લોકો કોઈ મુશ્કેલી વિના ડિજિટલ રીતે બજેટ દસ્તાવેજ મેળવી શકે. આ મોબાઈલ એપમાં વાર્ષિક નાણાકીય વિવરણ (બજેટ), ગ્રાન્ટની માંગ (ડીજી), નાણા બિલ વગેરે સહિત બંધારણ દ્વારા નિર્ધારિત ૧૪ કેન્દ્રીય બજેટ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવાશે. હલવા સમારંભમાં નાણા સચિવ અજય ભૂષણ પાંડે, આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ, નાણાકીય સેવા સચિવ દેબાશીષ પાંડા, દીપમના સચિવ તુહિન કાંત પાંડે, એક્સપેન્ડિચર સચિવ ટીવી સોમનાથન, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ અને બજેટની તૈયારી તેમજ સંકલન પ્રક્રિયામાં સામેલ અન્ય સીનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.

સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, 'નાણા મંત્રીએ બાદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ના સંકલનની સ્થિતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને શુભકામનાઓ આપી.' તેમાં કહેવાયું કે, એપમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ ઈન, ઝૂમ આઉટ સહિત ઘણા ફીચર્સ અપાયા છે. આ એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ (ઈન્ડિયા બજેટ ડોટ જીઓવી ડોટ ઈન) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

આ એપને આર્થિક મામલાના વિભાગના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી) દ્વારા વિકસિત કરાઈ છે. સ્ટેટમેન્ટ મુજબ, એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણા મંત્રીએ બજેટ ભાષણ પુરું થયા બાદ બજેટ દસ્તાવેજ આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ હશે.

(7:57 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST