Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

આઇએસમાં સામેલ ભારતીય મુળના આતંકીને અમેરિકા દ્વારા વિશ્વ સ્તરનો આતંકવાદી જાહેર

નવી દિલ્હી :  અમેરિકાએ ભારતીય મુળના આતંકવાદીને વિશ્વ સ્તરનો આતંકવાદી જાહેર કરીને તેના ઉપર પ્રતિબ઼ધ મુકયો છે.અમેરિકા  ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આઈએસ આતંકીનું નામ સિદ્ઘાર્થ ધાર છે. તે બ્રિટનમા રહેતો હિન્દુ હતો, પંરતુ આતંકી સંગઠનમાં સામેલ થતા પહેલા જ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો. આવામાં હવે તેને આઈએસમાં અબુ રુમાયશાહ નામથી ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૪જ્રાક્નત્ન તેને બ્રિટનાં પોલીસથી જમાનત મળી હતી, જેના બાદ તે પોતાની પત્ની અને બાળક સાથે સીરિયા જતો રહ્યો હતો. ધારને લઈને આઈએસની એક સેકસ સ્લેવે પણ ખુલાસો કર્યો હતો. યજીદી મૂળની સગીર નિહાદ બરાકાતે મે, ૨૦૧૬જ્રાક્નત્ન જણાવ્યું હતું કે, ધારે તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેના પર જુલમ કર્યો હતો. તે તેને મોસુલ લઈ ગયો હતો, જે ઈરાકમાં આતંકી સંગઠનનું ગઢ માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ધાર હવે નવો જેહાદી જોન બની ગયો છે. તે સંગઠનમાં વરિષ્ઠ કમાન્ડર બન્યો છે. મંત્રાલયે હાલ ધાર અને અબ્દુલ લતીફ ધનીને વૈશ્વિક સ્તરનો આતંકી જાહેર કર્યો છે.

અમેરિકાએ બંને પર પ્રતિબંધ લગાવ્યા છે, જેનાથી ત્યાં તેમની સંપત્ત્િ। જપ્ત કરી લેવામાં આવશે. આવામાં અમેરિકામાં રહેનારા કોઈ પણ વ્યકિત આ બંને સાથે કોઈ પણ પ્રકારનું લેણદેણ નહિ કરી શકે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, અલ મુહાજિનરુન આતંકી સંગઠનનો મુખ્ય સદસ્ય ધાર જ હતો. ૨૦૧૪જ્રાક્નત્ન તે સીરિયા છોડીને આઈએસમાં સામેલ થયો હતો. કહેવામાં આવે છે કે, તે આઈએસના મોહંમદ એમવાજીની જગ્યા લઈ ચૂકયો છે.

ઉલ્લેખનીય છે કે, એમવાજીને જેહાદી જોન તરીકે ઓળખવામાં આવે છે. માહિતી મુજબ, જાન્યુઆરી, ૨૦૧૬જ્રાક્નત્ન આઈએસએ બ્રિટન માટે આતંકી સંગઠનની જાસૂસી કરનારા કેટલાક કેદીઓને મોતને દ્યાટ ઉતારતો વીડિયો જાહેર કર્યો હતો. કિલપમાં એક શખ્સ નકાબમાં હતો, જે ધાર હોવાનું કહેવાય છે.એક ઈન્ટરવ્યુમાં ધારે કહ્યું છે કે, ૯૦ વર્ષથી દુનિયામાં ખલીફાનું શાસન નથી. કુરાનના દ્યણાં નિયમો અપનાવવામાં આવતા નથી. મારી ઈચ્છા છે કે, યુકેમાં શરિયાનો કાયદો લાગુ થાય. તે ડેમોક્રેસી કરતા દ્યણી સારી છે. હું એક મુસ્લિમ તરીકે બ્રિટનના કાયદા મારા પ્રમાણેના ન હોવાનું જોઈ રહ્યો છું. હું પહેલાં એક મુસ્લિમ છું, પછી પણ એક મુસ્લિમ છું અને અંત સુધી મુસ્લિમ છું.

 

(4:33 pm IST)