Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પદ્માવતઃ ઠેર - ઠેર ઉકળતો ચરૂઃ કાલે શું થશે ? જબરો ઉચાટ

વિવાદીત પદ્માવત ફિલ્મના રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ ફિલ્મ સામે ભભૂકતો આક્રોશઃ કરણી સેનાએ આપ્યુ છે ભારત બંધ-જનતા કર્ફયુનું એલાનઃ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવતઃ દિલ્હી- જયપુર હાઇવે બ્લોકઃ મથુરામાં ટ્રેન રોકવામાં આવીઃ દિલ્હી એનસીઆરમાં પહોંચી વિરોધની આગઃ ગુડગાંવમાં ૧૪૪ની કલમ લાગુઃ કાનપુરમાં પોસ્ટરો ફાડયાઃ મધ્યપ્રદેશમાં સંજય લીલા ભણસાલીનું પુતળુ બાળવામાં આવ્યું: મુંબઇમાં સ્ક્રીનીંગ યોજાયુઃ હાથમાં હાથ નાંખી દિપિકા અને રણવીર પહોંચ્યા

નવી દિલ્હી તા.ર૪ : સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતની રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ દેશભરમાં ભારે ઉચાટનું વાતાવરણ જાવા મળી રહ્ના છે. ઠેર-ઠેર આ ફિલ્મ સામે આક્રોશ અને નારાજગી બહાર આવી રહી છે. આ ફિલ્મની રીલીઝના દિવસે કરણી સેનાએ ભારત બંધ, જનતા કર્ફયુના આપેલા એલાનને પગલે કાલે શું થશે? એ બાબતને લઇને લોકોમાં ભારે દ્વિધા પ્રવર્તી રહી છે. ગઇકાલે રાત્રે અમદાવાદમાં થયેલી હિંસા બાદ દેશભરમાં તેના પડઘા પડયા છે. આજે દિલ્હી-એનસીઆર સુધી વિરોધની આગ પ્રસરી હતી. દિલ્હી હાઇવે જામ કરી દેવામાં આવ્યો હતો. ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી-જયપુર હાઇવે બ્લોક કરી દેવાયો હતો તો મથુરામાં ટ્રેન રોકવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે આ ફિલ્મનું મુંબઇમાં સ્પેશીયલ સ્ક્રીનીંગ યોજાયુ હતુ. જેમાં આ ફિલ્મના કલાકારો દિપિકા, રણવીર, શાહીદ કપુર વગેરેએ ભાગ લીધો હતો. સંજય લીલા ભણસાલી પણ આ ફિલ્મ નિહાળવા ગયા હતા.

તમામ શોરબકોર, હંગામો, વિરોધ અને નામ બદલ્યા બાદ પદ્માવત ફિલ્મ શુક્રવારે રીલીઝ થવા માટે તૈયાર છે. એ દિવસ પુર્વે આ ફિલ્મ સામે પડનાર કરણી સેનાએ ભારત બંધ-જનતા કર્ફયુનું એલાન આપ્યુ છે. જા કે કરણી સેનાએ અહીંસક વિરોધ કરવાનુ એલાન કર્યુ છે પરંતુ અસામાજીક તત્વો અને ઉપદ્રવીઓ કાલે હિંસક પ્રદર્શન કરવા બહાર આવે તેવી શકયતાના પગલે લોકોમાં જબરો ઉચાટ પ્રવર્તી રહ્ના છે. કરણી સેનાએ આવતીકાલે દુકાનો, બજારો, સિનેમાઘરો વગેરે બંધ રાખવા અને સ્વયંભુ વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી છે. કાલે બંધ સજ્જડ રહેશે અને લોકો પોતાનો આક્રોશ વ્યકત કરશે તેવુ કરણી સેનાએ જણાવ્યુ છે.

દરમિયાન આ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન ઠેર-ઠેર ઉગ્ર બની રહ્ના છે. અનેક શહેરોમાં હિંસક દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્ના છે. કરણી સેનાની ધમકીને ધ્યાનમાં રાખી ગુડગાવમાં રવિવાર સુધી ૧૪૪ કલમ લાદી દેવામાં આવી છે. કરણી સેનાએ ફિલ્મ સ્ક્રીનીંગ કરી રહેલ સિનેમા ઘરોને નિશાના ઉપર લેવા ધમકી આપી છે. ગુડગાવમાં ૪૦ જેટલા સિનેમા ઘરો અને મલ્ટી પ્લેકસ છે. કાનપુરમાં મલ્ટી પ્લેકસમાં સેનાના એક ડઝન કાર્યકરોએ મલ્ટી પ્લેકસમાં તોડફોડ મચાવી પોસ્ટરો ફાડયા હતા તો મધ્યપ્રદેશમાં રાજપૂત સમાજે જિલ્લા કલેકટર કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આવેદનપત્ર સોપ્યુ હતુ. વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય લીલા ભણસાલીનું પુતળુ અને ફિલ્મના પોસ્ટરનું દહન કરવામાં આવ્યુ હતુ. કરણી સેનાના કાર્યકરોએ દિલ્હી જયપુર હાઇવે બ્લોક કરી દીધો હતો. દિલ્હી એનસીઆરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. રાજય સરકારો સુરક્ષા વ્યવસ્થાની તૈયારીમાં પડી ગઇ છે. હરીયાણામાં ફિલ્મ સામે અઘોષિત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તમામ વિસ્તારોમાં હિંસા ભડકતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય એલર્ટ બની ગયુ છે.

દરમિયાન મુંબઇમાં ગઇકાલે ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યુ હતુ જે પ્રસંગે ફિલ્મના તમામ ટોચના સ્ટાર હાજર રહ્ના હતા. લવબર્ડ દિપિકા અને રણવીર હાથમાં હાથ નાંખીને જાવા મળ્યા હતા. આ ફિલ્મમાં મહારાવલ રતનસિંહની ભુમિકા ભજવનાર શાહીદ કપુર પણ પત્નિ મીરા સાથે હાજર રહ્ના હતો. ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી પણ જાવા મળ્યા હતા. આ ફિલ્મને લઇને ઘણો વિવાદ સર્જાયો છે અને અનેક રાજયો ફિલ્મ રીલીઝ કરવા માંગતા નથી. જા કે સુપ્રિમ કોર્ટે ફિલ્મની રીલીઝ નહી અટકાવવા જણાવ્યુ છે.

આવતીકાલે ભારત બંધ-જનતા કર્ફયુના એલાનને ધ્યાનમાં રાખીને દેશના તમામ નાના-મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજીક તત્વો છુટો દોર ન લઇ લે તે માટે કોમ્બીંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે.

દિલ્હી સહિતના શહેરોમાં ફિલ્મનું ધડાધડ બુકીંગઃ ર૪૦૦ રૂ.માં ટીકીટ વેચવામાં આવી

નવી દિલ્હી : દિલ્હી સહિતના શહેરોમાં પદ્માવત ફિલ્મ નિહાળવા ભારે ક્રેઝ. દિલ્હી એનસીઆરના સિનેમા ઘરોમાં ધડાધડ બુકીંગ. ફિલ્મ જાવા ઉત્સુકતા, એડવાન્સ બુકીંગ માટે લાઇનો, દક્ષિણ દિલ્હીના સીટીવોક, પીવીઆર સાલીમાર બાગ, ચાણકયપુરી, ઇસીએકસ, રોહીણી સાઇન પ્લસમાં એડવાન્સ બુકીંગમાં હાઉસફુલ, ચંડીગઢ અને મોહાલીના થિયેટર્સમાં રપ ટકા બુકીંગ થઇ ગયુ. ટીકીટો માટે મારામારી.

કાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા કરણી સેનાની અપીલ

રાજકોટ : કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજભા ઝાલાએ આજે સવારે અકિલા સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. માત્ર સિનેમા ઘર જ નહીં પરંતુ બજારો, દુકાનો વગેરે પણ બંધ રાખવામાં આવે તેવી અમારી અપીલ છે. તેમણે કહ્નાં છે કે, યદો અને વ્યવસ્થા જળવાય એ જરૂરી છે. હિંસાને કરણી સેના ટેકો આપતું નથી. આવતીકાલે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્રો આપવામાં આવશે.

(2:58 pm IST)