Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અમેરિકાનું આર્થિક સંકટ ૮ ફેબ્રુઆરી સુધી ટળ્યું: ટ્રમ્પે શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલ પર સહી કરી

વોશિંગ્ટન, તા. ૨૪ :. આર્થિક તંગીના અનુસંધાનમં સરકારી પ્રવૃતિઓ ઠપ કરી દેતા ત્રણ દિવસના શટડાઉન પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગઈકાલે શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલ પર સહી કરી હતી. દસ્તાવેજો વગર અમેરિકામાં પ્રવેશેલા યુવાન ઈમિગ્રન્ટસના ભવિષ્ય બાબતે ચર્ચા હાથ ધરવા બાબતે રિપબ્લિકન પાર્ટી સાથે સમજુતી કર્યા પછી વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ સરકારી કામકાજ ફરી શરૂ કરવાની તરફેણમાં મતદાન કર્યા બાદ ટ્રમ્પે નવા બિલ પર સહી કરી હતી.

અમેરિકામાં સ્થાનિક રહેવાસીઓના સંતાનો તરીકે લાવવામાં આવેલા હજારો ડ્રીમર્સનું ભવિષ્ય સુરક્ષિત કરવાની બાંયધરી સત્તાધારી રિપબ્લિકન પાર્ટીએ વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીને આપ્યા પછી સ્ટોપ ગેપ ફન્ડિંગનો ઠરાવ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં જંગી બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. સ્ટોપ ગેપ ફન્ડિંગની મુદત ૮ ફેબ્રુઆરીએ પુરી થતી હોવાથી ફન્ડિંગના નવા પ્રસ્તાવને બહાલી આપવી અનિવાર્ય હતી. ખર્ચ ખરડાને સેનેટમાં ૮૧ વિરૂદ્ધ ૧૮ મતે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ૨૬૬ વિરૂદ્ધ ૧૫૦ મતે બહાલી આપવામાં આવી હતી.

(10:13 am IST)