Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પાકિસ્તાનને લપડાકઃ કાશ્મીરમાં યુ.એન.એ મધ્યસ્થી કરવાની ના પાડી

યુનો, તા. ૨૪ :. સંબંધિત પક્ષોની સંમતિ વગર કાશ્મીરનો મુદ્દો ઉકેલવા માટે મધ્યસ્થીની શકયતા નકારતાં યુ.એન.ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે વધતી તંગદિલીના માહોલમાં ભારત અને પાકિસ્તાનને એકબીજાની સામેના મહત્વના મુદ્દા વાટાઘાટો દ્વારા ઉકેલવાના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

યુ.એન.ના પ્રવકતાએ જણાવ્યું હતુ કે, 'સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મધ્યસ્થી માટે સહયોગ આપવા રાષ્ટ્રસંઘના વડા હંમેશા તત્પર હોય છે, પરંતુ એ પહેલા વિશ્વ સંગઠનને વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ કરવા વિશે સંબંધિત પક્ષોએ સંમત થવું અનિવાર્ય છે. ૧૦ દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સંઘર્ષના રૂપમાં ઉશ્કેરાટ, ઉત્તેજના અને તંગદિલીમાં વૃદ્ધિની બાબત પણ યુ.એન.ના ધ્યાનમાં છે.'

(10:13 am IST)