Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ વધુ ઉછળી ૩૬૧૬૨ની સપાટીએ

નિફ્ટી ૧૧૦૮૬ની ઉંચી સપાટી પર બંધ રહ્યો : અવિરત તેજીના કારણે સામાન્ય કારોબારીઓ ફરીવખત શેરબજાર તરફ વળી રહ્યા : સતત છઠ્ઠા સેશનમાંય તેજી

મુંબઇ,તા. ૨૪ : અનેક આશા વચ્ચે દલાલ સ્ટ્રીટમાં અવિરત તેજીનો દોર જારી રહ્યો છે. આજે સેંસેક્સ ૨૨ પોઇન્ટ ઉછળીને ૩૬૧૬૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ે પોઇન્ટ ઉછળીને ૧૧૦૮૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સતત છઠ્ઠા સેસનમાં શેરબજારમાં તેજી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ઉછાળો રહ્યો હતો. મુડરોકાણકારો ભારે આશાવાદી દેખાઇ રહ્યા છે. આજે કારોબારની શરૂઆત થયા બાદ તેમાં વધુ તેજી જોવા મળી હતી અને આ તેજ છેલ્લે સુધી જારી રહી હતી.  શેરબજારમાં તેજી માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા દર્શાવવામાં આવ્યુ છે કે ભારત વર્ષ ૨૦૧૮-૧૯માં વિશ્વના સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે રહેશે. તેના અહેવાલ બાદ શેરબજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરબજારમાં કારોબાર દરમિયાન મોટા ભાગના શેરમાં તેજી રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ૨૯મી જાન્યુઆરીના દિવસે બન્ને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે. આર્થિક સર્વે પણ એજ દિવસે જારી કરવામાં આવનાર છે. ૨૦૧૮ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો ગાળો ૨૫મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. આજે સતત ચોથા કારોબાર સેસનમાં જોરદાર તેજી જામી હતી. ત્રિમાસિક ગાળાના પરિણામને લઇને બજારમાં આશા દેખાઇ રહી છે.  ડોક્ટર રેડ્ડી અને મારૂતિ ગુરૂવારના દિવસે એટલે કે ૨૫મી જાન્યુઆરીના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. સંસદનુ બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યુ છે. સાપ્તાહિક આધાર પર ૧૫મી જાન્યુઆરીથી લઇને ૧૯મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ૩૦ શેર સેંસેક્સમાં ૬૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અથવા તો તેમાં આશરે બે ટકાનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે

નિફ્ટી ૧૫૩ પોઇન્ટ અથવા તો ૧.૪૨ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સક્રિય રહેલા કારોબારીઓ હાલમાં બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બજેટ વર્તમાન મોદી સરકારના અંતિમ બજેટ તરીકે છે. જેથી તેને લઇને ઘણી આશા રાખવામાં આવી રહી છે. મોદી સરકારના અંતિમ બજેટ બાદ સામાન્ય ચૂંટણી આવનાર છે. જેથી સરકારની સામે પણ કેટલાક પડકારો રહેલા છે. તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટે તેની સામે પડકારો છે. શેરબજારમાં નવો ઇતિહાસ રચાઇ ગયો હતો. ગઇકાલે મંગળવારના દિવસે  સેંસેક્સે પ્રથમ વખત ૩૬૦૦૦ન સપાટ કુદાવી લીધ હતી. તેજીનામાહોલમાં સેંસેક્સ ૩૪૨ પોઇન્ટ ઉછળીને ૩૬૧૪૦ની ઉંચ સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૮ પોઇન્ટ ઉછળીને ૧૧૦૮૪ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો.

(7:59 pm IST)