Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વાહ મોદી વાહ... નકસલવાદને નિયંત્રણમાં લાવી દીધો

નકસલવાદ સામેની રણનીતિ સફળઃ હિંસાગ્રસ્ત જિલ્લાઓ ઘટી ગયાઃ સફળ ઓપરેશન સાથે વિકાસઃ જો કે હજી ઘણુ કામ બાકી

નવી દિલ્હી તા. ૨૪ : નકસલવાદ સામે નવી રણનીતિ ઘણી પ્રભાવી સાબિત થાય છે. નકસલ હિંસાથી પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. ૨૦૧૫માં જયાં ૭૫ જિલ્લા તેનાથી પ્રભાવિત હતા, ત્યાં હવે ઘણી સંખ્યા ઓછી થઈને ૫૮ રહી ગઈ છે. માઓવાદી વિરોધી નવી રણનીતિમાં ખાનગી સૂચના મેળવવા માટે આધુનિક ટેકનીક જૈવા કે ડ્રોનનો સહારો લેવો, સુરક્ષાકર્મીઓ દ્વારા દિવસ-રાત ઓપરેશનમાં જોડાયેલા રહ્યા. આ રણનીતિની મદદથી જંગલમાં ઘણે અંદર માઓવાદીઓને નિશાના બનાવવામાં સફળતા મળી.

CRPF દ્વારા સંગ્રહ કરાયેલા નવા નવીનતમ આંકડાથી ખબર પડી કે ૨૦૧૫થી માહોવાદી હિંસાગ્રસ્ત જિલ્લાની સંખ્યામાં ઘણો ઘટાડો આવ્યો છે. ૯૦ ટકા માઓવાદી હુમલા માત્ર ચાર રાજયો બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં થતા હતા.

અધિકારીઓએ આ સફળતાનો શ્રેય નવી રણનીતિને આપ્યો છે જેમાં સટીક ખાનગી સૂચનાના આધારે માઓવાદી નેતાઓ અને તેમના સાથીઓને નિશાન બનાવવાનું શામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે CRPF, IAF, BSF અને ITBP અને રાજય પોલીસ દ્વારા સંયુકત ઓપરેશ ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન્સની સાથે જ તંત્ર વિકાસ કાર્યોને ઝડપી બનાવી રહ્યું છે. છેવાડાના ગામોમાં પોલીસ સ્ટેશનોની સ્થાપના સિવાય મોબાઈલ ફોન ટાવર લગાવવા અને રસ્તાનું નિર્માણ કરવાનું કામ ઝડપી કરાયું છે.

CRPFના નિર્દેશક જનરલ રાજીવ રાય ભટનાગરે TOIને જણાવ્યું કે, 'પાછલા વર્ષે અમે નકસલિઓને તેમના ગઢમાં નિશાન બનાવ્યા છે. રાજય પોલીસ, ઈન્ટલિજન્સ એજન્સી અને સશસ્ત બળો સાથે અમારું બેલેન્સ ઘણું મજબૂત રહ્યું છે. નિશાના પર નકસલી લીડર્સ, ઓવર ગ્રાઉન્ડ ઓપરેટિવ્સ અને તેમના સમર્થક રહ્યા છે. નકસલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના હથિયાર, ફંડ્સ અને પોતાના સિનિયર લીડર્સને શિફટ કરવામાં સફળ નથી થઈ શકતા.'

તેમણે જણાવ્યું કે, હવે નકસલીઓનો પ્રભાવ માત્ર ત્રણ ક્ષેત્રો બસ્તર-સુકમા, એઓબી (આંધ્ર-ઓડિશા સરહદ) અને અબુજમાદ વન ક્ષેત્ર સુધી રહ્યો છે. ભટનાગરે કહ્યું, 'આ વિસ્તારમાં પ્રશાસન ઘૂસવામાં સંપૂર્ણ રીતે સફળ નથી થયા.'

૨૦૧૭માં ૧૫૦થી વધુ માઓવાદી કેડર્સનો ખાતમો કરાયો છે. પાછલા વર્ષે સુકમામાં ૨૫ CRPF જવાનોની હત્યા પછી ગૃહ મંત્રી રાજનાથસિંહે નકસલ પ્રભાવિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી માઓવાદીઓના સફાયાની રણનીતિમાં બદલાવ આવ્યો છે.(૨૧.૧૧)

 

(10:12 am IST)