Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળી ગયા

અમેરિકી તંત્ર દ્વારા નક્કર પુરાવા અપાયા છે : હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને જેશ હુમલાખોરોના આકાના ફેસબુક એકાઉન્ટના આઇપી સરનામા પાકમાં

નવી દિલ્હી,તા. ૨૩ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર પઠાણકોટ ત્રાસવાદી હુમલા કેસના સંબંધમાં હવે  અમેરિકાએ પાકિસ્તાનની સંડોવણીની ખાતરી આપે તેવા વધુ પુરાવા ભારતને આપ્યા છે. પાકિસ્તાનમાંથી જ હુમલાની સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી હતી તેવા પુરાવા અમેરિકાએ આપ્યા છે. એનઆઇએને આ પુરાવા આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ હવે એનઆઇએને માહિતી આપતા કહ્યુ છે કે ં પઠાણકોટમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જેશના હુમલાખોરોના આકાઓના ફેસબુક એકાઉન્ટના આઇપી સરનામા  તેમજ સંગઠનના ફાયનાન્યિલ આર્મ એએલ રહેમત ટ્રસ્ટના આઇપી સરનામા પાકિસ્તાનમાં હોવાનો ખુલાસો થયો છે. તપાસમા દાવો કરવામાં આવ્યો છે કે જેશના હેન્ડલર કાશીફ જાનના મિત્રો જેહાદ સાથે સંબંધિત છે. એનઆઇએને કેટલીક નક્કર માહિતી પુરી પાડવામાં આવ્યા બાદ નવી નવી માહિતી સપાટી પર આવી રહી છે. પાકિસ્તાનની મુશ્કેલી આને કારણે વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પઠાણકોટ ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા ચાર ત્રાસવાદીઓના ફોટાઓનો ઉલ્લેખ પણ ફેસબુક પર કરવામાં આવ્યો હતો. ભારતીય ટોપની તપાસ સંસ્થા હવે પાકિસ્તાન પર વધારે દબાણ લાવી શકે છે. બીજી બાજુ મસુદ અઝહર પર સકંજો મજબુત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  થોડાક સમય પહેલા થયેલા પઠાણકોટ હુમલા મામલે પણ ભારત અને પાકિસ્તાન આમને સામને રહ્યા છે. પુરાવા અપાયા હોવા છતાં પાકિસ્તાન પુરાવા સ્વીકારવા તૈયાર નથી.

(12:17 pm IST)