Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ફ્રાંસમાં રહેતા મુસ્લિમો માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનનો વિવાદાસ્પદ આદેશ

મુસ્લિમ દેશો ફરી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનના નિશાના પર : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનના નવા ચાર્ટર પ્રમાણે ઇસ્લામ એક ધર્મ છે અને આનાથી કોઈ પ્રકારના રાજકીય આંદોલનને જોડી ન શકાય

પેરિસ, તા. ૨૩ : ઇસ્લામિક કટ્ટરપંથને પહોંચી વળવા માટે પોતાની નવી યોજનાને લઇને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોન એકવાર ફરીથી મુસ્લિમ દેશોના નિશાના પર આવી ગયા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનએ દેશના મુસ્લિમ નેતાઓને ચાર્ટર ઑફ રિપલ્બિકન વેલ્યૂઝ પર સહમતિ આપવા માટે કહ્યું છે. મૈક્રોનના ચાર્ટરથી એક નવો વિવાદ રૂ થતો જોવા મળી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોનએ બુધવારના મુસ્લિમ સમુદાય માટે ચાર્ટર રજૂ કર્યું છે.

મૈક્રોનના નવા ચાર્ટર પ્રમાણે ઇસ્લામ એક ધર્મ છે અને આનાથી કોઈ પણ પ્રકારના રાજકીય આંદોલનને જોડી ના શકાય. ચાર્ટર અંતર્ગત ફ્રાન્સના મુસ્લિમ સંગઠનોમાં કોઈ પણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપને પ્રતિબંધિત કરવામાં આવી શકાશે. મૈક્રોનએ ચાર્ટરને સ્વીકાર કરવા માટે ફ્રેન્ચ કાઉન્સિલ ઑફ મુસ્લિમ ફેધ (સીએફસીએમ)ને ૧૫ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. સરકાર અને મુસ્લિમ સમુદાયની વચ્ચે પુલનું કામ કરનારા સંગઠન સીએફસીએમના નેતાઓએ મૈક્રોન અને ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિનને બુધવારના સંબંધમાં વાતચીત પણ કરી.

રિપોર્ટ પ્રમાણે સીએફસીએમએ નેશનલ કાઉન્સિલ ઑફ ઇમામ બનાવવા પર સહમતિ આપી દીધી છે જે ફ્રાન્સમાં ઇમામોને સત્તાવાર માન્યતા આપશે. નિયમોના ઉલ્લંઘન પર ઇમામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અલ અરબિયા પ્રમાણે મૈક્રોનએ સીએફસીએમના સભ્યો સાથે થયેલી બેઠકમાં કહ્યું કે, ઇસ્લામને લઇને તમામ પ્રકારની શંકાઓથી બહાર નીકળવું ઘણું રૂરી છે. મૈક્રોનએ કહ્યું કે, તેમને લાગે છે કે અનેક મુદ્દા પર સભ્યોનું વલણ સ્પષ્ટ નથી. ઇમામોની નવી કાઉન્સિલ બન્યા બાદ ફક્ત મુસ્લિમ સમુદાયના ધાર્મિક નેતાઓને પરમિટ આપવામાં આવશે, એટલું નહીં, મૈક્રોનના ચાર્ટર ઉલ્લંઘન કરવા પર તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકાશે. ભૂમિકા પ્રમાણે ઇમામોને ફ્રેન્ચ ભાષા આવડવી અનિવાર્ય રહેશે અને એકેડેમિક ડિગ્રીઓ રૂરી હશે. મૈક્રોનને આશા છે કે નેશનલ કાઉલ્સિલ ઑફ ઇમામ્સના બનવાની સાથે ચાર વર્ષની અંદર તુર્કી, મોરક્કો અને અલ્જીરિયાના લગભગ ૩૦૦ ઇમામોને હટાવવામાં આવશે. ફ્રાન્સની સરકારે કટ્ટરપંથને રોકવા માટે અન્ય પગલાઓ પણ રજૂ કર્યા છે. આમાં ઘરેથી થનારા અભ્યાસ પર પણ પ્રતિબંધ છે. નવા ચાર્ટર પ્રમાણે તમામ બાળકોને એક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે તેઓ સ્કૂલ જાય.

(7:30 pm IST)