Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મા નો ગરબો... યુવા ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ

આજે રાત્રે લલીતાબેન ઘોડાદ્રા અને આવતીકાલે ઓસમાણ મીર તથા નિધિ ધોળકીયા સુર પિરસશેઃ જબરૂ આયોજન

રાજકોટઃ 'મા નો ગરબો વર્ચ્યુઅલ નવરાત્રી- ૨૦૨૦'માં યુવા ગાયક કલાકારો જમાવટ કરી રહ્યા છે. 'અકિલા'ના સપોર્ટથી આયોજીત આ મહોત્સવમાં દરરોજ મહાનુભાવોના હસ્તે આરતી કરવામાં આવી રહી છે. ગાયકો મયુર દેવ, આશીષ, પ્રદીપ સુરભી દ્વારા અલગ અલગ ગરબાની રમઝટ રીધમમાં કાલુ ઉસ્તાદ અને એમની ટીમ દ્વારા જમાવટ કરી રહી છે. આજે સાતમાં નોરતે લલીતાબેન ઘોડાદ્રા તેમજ આવતીકાલે ઓસમાણ મીર અને નીધી ધોળકીયા રાસની રમઝટ બોલાવશે.

સૌપ્રથમ વખત કલાકારો દ્વારા કલાકારો માટે થતી વર્ચ્યુઅલ નવરાત્રી મહોત્સવ આયોજન સમીતીના દેવ ભટ્ટ, મીલન ગોહીલ, જયેશ દવે, દર્શીત કાચા, કેયુર પોટા, જય મકાતી, રમેશ હિરપરા, રાજે મજીઠીયા, ધર્મેશ પાટડીયા, કેયુર બુધ્ધદેવ, જય દવે, કલ્પેશ કાચા, આસીફ જેરીયા, કમલેશ ડોડીયા, હર્શજીત ગઢવી, ઈમરાન જેરીયા, ધર્મેશ મકાતી, મયુર બુધ્ધદેવ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)